Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં જુગાર રમતા સાત વેપારીઓ 5.56 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

( દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા.૫

      જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં જુગાર રમતા સાત વેપારીઓ 5.56 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા છે.

         પોલીસને મળેલી બાતમીના આધારે જામજોધપુર યાર્ડમાં આવેલી એક દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં જુગાર રમી રહેલા પ્રિતેશ ઉર્ફે શૈલેષ રસિકભાઈ ભાલોડીયા, અમિત જગદીશભાઈ ખાંટ , શ્યામ અતુલભાઇ માણાવદરિયા , પિયુષ શાંતિલાલ ભુવા , કમલેશ રમણીકભાઈ હિંશુ , ભાવેશ મોહનભાઈ વડાલીયા અને ભાવિન મનસુખભાઈ ખાટને ઝડપી પાડ્યા છે.

         પોલીસે રૂ. ૧.૮૬.૨૨૦ રોકડા  ,૭૦ હજારના સાત મોબાઈલ ત્રણ લાખની એક કાર સહિત 5.56 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી એન ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.સી.વાઘેલા અને સ્ટાફે કરી હતી.

(12:25 pm IST)