Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

અદાણી ગ્રુપ દ્વારા ઈસ્ટ આફ્રિકામાં વ્યાપારનું વિસ્તરણ: તાન્ઝાનિયામાં એડી ગ્રુપ સાથે અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ લિમિટેડની ભાગીદારી

આ વ્યૂહાત્મક ભાગીદારીથી ઈસ્ટ આફ્રિકન દેશમાં એન્ડ-ટુ-એન્ડ લોજીસ્ટીક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સોલ્યુશન્સ પૂરાં પાડવાની કામગીરીને વેગ મળશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫

 ગ્લોબલ ટ્રેડ, લોજીસ્ટીક્સ અને ઉદ્યોગો માટે સહાયક કામગીરી ધરાવતા એડી ગ્રુપે ભારતની સૌથી મોટી ઈન્ટીગ્રેટેડ પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ કંપની અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ લિમિટેડ સાથે એન્ડ-ટુ-એન્ડ લોજીસ્ટીક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સોલ્યુશન્સ માટે સમજૂતિના કરાર કર્યા છે, જેમાં રેલવે, મેરીટાઈમ અને તાન્ઝાનિયામાં શૈક્ષણિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે.

એડી પોર્ટસ ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ-કેપ્ટન મોહંમદ જુમા અલ શમીસી જણાવે છે કે “અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ લિમિટેડ સાથેનો સમજૂતિનો આ કરાર તાન્ઝાનિયાને આફ્રિકન ટ્રેડીંગ હબમાં રૂપાંતર કરવાની સાથે સાથે અમારી ગ્લોબલ ક્ષમતાઓ અને કનેક્શન્સને વધુ વિકસાવવા માટે તેમજ ઝડપી તથા વધુ કાર્યક્ષમ રીતે માલ-સામાન લાવવામાં સહાયરૂપ થશે.”

“તાન્ઝાનિયામાં અમારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સોલ્યુશન્સ માટેના અમારા રોકાણોને આફ્રિકાના બજારોમાં પ્રવેશ કરવામાં સહાયરૂપ થશે. યુએઈના નેતૃત્વ નિર્દેશ મુજબ અમે અબુધાબીને લોજીસ્ટીક્સ અને ઉદ્યોગમાં વૈશ્વિક સ્થાન આપવા માંગીએ છીએ.”

અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ લિમિટેડના સીઈઓ કરણ અદાણી જણાવે છે કે “તાન્ઝાનિયામાં ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ  અને ખાસ કરીને પોર્ટસ અને મેરીટાઈમ સેક્ટરમાં એડી પોર્ટસ ગ્રુપ સાથે સહયોગ કરતાં આનંદ અનુભવીએ છીએ. આનાથી સમુદાયોમાં હકારાત્મક ફેરફાર લાવવામાં સહાય થશે અને વૃધ્ધિ તથા વિકાસ માટેની કટિબધ્ધતા સાકાર થશે. અમે સ્થાનિક રોજગારીને સહયોગ આપીશું અને સાથે સાથે તાન્ઝાનિયા તથા ઈસ્ટ આફ્રિકાના દેશોના સામાન્ય આર્થિક વિકાસમાં લાભદાયી બનીશું. એડી પોર્ટસ ગ્રુપ સાથેના અમારા મૂડીરોકાણ સહયોગને કારણે તાન્ઝાનિયા અને ઈસ્ટ આફ્રિકન દેશોને લાભ થશે.”

એડી પોર્ટસ ગ્રુપ અંગેઃ

વર્ષ 2006માં સ્થપાયેલું એડી પોર્ટસ ગ્રુપ હાલમાં લોજીસ્ટીક્સ, ઉદ્યોગ અને વેપારને સહાયક બનવાની સાથે સાથે દુનિયાને અબુધાબી સાથે જોડે છે. અબુધાબી એક્સચેન્જમાં (ADX: ADPORTS), એડી પોર્ટસ ગ્રુપ વર્ટિકલી ઈન્ટીગ્રેટેડ બિઝનેસ અભિગમ ધરાવે છે અને એમિરેટસના આર્થિક વિકાસમાં છેલ્લા દાયકામાં મહત્વનું પરિબળ પૂરવાર થયું છે.

પોર્ટસ, ઈકોનોમિક સીટીઝ અને ફ્રી ઝોન્સ, મેરીટાઈમ, લોજીસ્ટીક્સ અને ડિજીટલ જેવા કેટલાક ક્લસ્ટર્સને આવરી લઈ કામગીરી કરતું એડી પોર્ટસ ગ્રુપ KIZAD અને ZonesCorp માં 10 પોર્ટસ અને ટર્મિનલ અને 550 ચો.કી.મી. વિસ્તારને આવરી લેતા ઈકોનોમિક ઝોન્સ ધરાવે છે અને તે મધ્ય-પૂર્વમાં સૌથી મોટું ટ્રેડ, લોજીસ્ટીક્સ અને ઈન્ડસ્ટ્રિયલ બિઝનેસ ગ્રુપ છે.

એડી પોર્ટસ ગ્રુપને S&P નું  A+ રેટીંગ અને ફીચનું સ્ટેબલ આઉટલૂક પ્રાપ્ત થયું છે.

(10:00 am IST)