Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ

મોરબી :રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને પટેલ સમાજ વાડી સનાળા ખાતે ગત બુધવારે નારી સ્વાવલંબન દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

નારી સન્માન સપ્તાહ તેમજ નારી વંદન ઉત્સવ અંતર્ગત યોજાયેલા

 આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘પહેલા કન્યાજ્ઞાન પછી જ કન્યાદાન’ની વિભાવનાને ચરિતાર્થ કરવામાં જિલ્લા વહીવટી તંત્રએ સુચારૂ આયોજન કર્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, સરકારની તમામ મહિલા કલ્યાણની યોજનાઓથી મહિલાઓ સ્વાવલંબી તેમજ સમર્થ બની છે.
આ તકે નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.આ પ્રસંગે મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સખી મંડળોને લોન તેમજ સહાય, વ્હાલી દીકરી યોજના અને કુંવરબાઈનું મામેરૂ યોજનાના મંજૂરી હુકમ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિ યોજનાના લાભ તેમજ મહિલા ક્ષેત્રે સારી કામગીરી માટે સન્માન પત્ર વગેરે સાથે અગાઉના બે તબક્કા સાથે ૩ કરોડથી વધુ લોન તેમજ વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી ડી. એ.  ઝાલા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ તથા ઇશિતાબેન મેર, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા, મહિલા બાળ વિકાસ અધિકારી એજાજ મન્સૂરી, દહેજ પ્રતિબંધક અધિકારી નિલેશ્વરીબા, અગ્રણી દુર્લભજીભાઈ દેથરીયા, અરવિંદભાઈ વાંસદડિયા તેમજ નગરજનો અને બહોળી સંખ્યામાં મહિલા શક્તિ ઉપસ્થિત રહ્યા હતા

(12:45 am IST)