Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

કચ્છના રાપરમાં ૪ ની તીવ્રતાનો ભૂકંપ

લાં...બા સમય પછી તીવ્રતા વધતા કચ્છીમાડુઓમાં ચિંતા

રાજકોટ, તા. પ :  કચ્છમાં કાલે સાંજે ૪ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા કચછીમાડુઓમાં ચિંતા પ્રસરી છે. લાંબા સમય પછી તીવ્રતા વધતા લોકોમાં વધુ ચિંતા પ્રસરી છે.

ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાંથી મળેલી માહિતી અનુસાર સાંજે ૭.૧૪ કલાકે રાપરથી ૨૫ કિ.મી. દૂર કેન્દ્રબિન્દુ ધરાવતા ચારની તીવ્રતાનું કંપન માત્ર ૬ કિ.મી.ની ઉંડાઈએ અનુભવાતા રાપર-ભચાઉ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં તેનો તીવ્ર અનુભવ થયો હતો.

વામકામાં કાર્યરત ભૂકંપમાપન કેન્દ્રના લેબ આસિસ્ટન્ટ જયેન્દ્રસિંહ જાડેજાએ કહ્યુ કે સામાન્ય રીતે શિયાળામાં ફોલ્ટલાઈન સક્રિય થાય એ સામાન્ય બાબત છે, પણ ચોમાસામાં આ પ્રકારની ગતિવિધિને અસામાન્ય ગણી શકાય.

વળી હજુ તો જિલ્લામાં વરસાદ પણ પુરતા પ્રમાણમાં વરસ્યો નથી તેવામાં આ પ્રકારના મોટી તીવ્રતાના ગણી શકાય તેવા આંચકાને હળવાશથી લેવા પાલવે તેમ નથી.

(11:40 am IST)