Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

જુગારના ઠેર -ઠેર દરોડા :હળવદ,વાંકાનેર અને ટંકારા તાલુકામાંથી 18 પત્તાપ્રેમીઓ ઝડપાયા

  મોરબી ;જુગારની મોસમ ખીલી હોય તેમ ઠેર ઠેર જુગારના હાટડા મંડાયા છે પોલીસે પણ ઠેર ઠેર દરોડા પાડીને શકુનિઓને ઝડપ્યા છે હળવદ પંથકમાં શ્રાવણીયા જુગારના ધમધમાટ વચ્ચે પોલીસ સતત દરોડા કરી રહી છે જેમાં રાતાભેર ગામે જુગાર રમતા ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા છે

   હળવદ પોલીસે બાતમીને આધારે રાતાભેર ગામના રામજી મંદિર પાસે ખુલ્લા ચોકમાં દરોડો કરીને જુગાર રમતા રવિ નવઘણભાઈ કોળી, જયેશ ચંદુભાઈ કોળી, વિપુલ પ્રેમજીભાઈ કોળી, સંજય નાથાભાઈ કોળી, ભાવેશ પ્રેમજીભાઈ કોળી, વિનોદ વિઠલભાઈ કોળી, ગણેશ ચતુરભાઈ કોળી, ચંદુભાઈ અમરશીભાઈ કોળી, રાજુભાઈ દિનેશભાઈ કોળી અને જસમતભાઈ લાલજીભાઈ કોળી રહે બધા રાતાભેર તા. હળવદ વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૦,૧૨૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

  વાંકાનેરના સતાપર ગામે જુગાર અંગે બાતમીને પગલે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો કર્યો હતો અને જુગાર રમતા વનાભાઈ ગેલાભાઈ મેર અને સુરેશ કરશન સારેસા રહે બંને સતાપર તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૫૪૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 ટંકારાના નસીતપર ગામે જાહેરમાં શેરીમાં બેસી જુગાર અંગે બાતમીને પગલે ટંકારા પોલીસે દરોડો કરીને જુગાર રમતા પરષોતમ નથુભાઈ ભાંભી, રમેશ નથુભાઈ ભાંભી, રમેશ ભાણજીભાઈ ચાવડા, જેન્તીભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ, પ્રકાશ મોહનભાઈ ડાભી અને કમલેશ કેશુભાઈ ચાવડા રહે બધા નસીતપર વણકરવાસ વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૮૬૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(9:19 pm IST)