Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

વાંકાનેર પંથકની સગીરા પરના દુષ્કર્મ પ્રકરણમાં ૩ શખ્સો પોલીસની સકંજામા

ટીકટોકમાં વિડીયો ઉતારી બ્લેકમેઇલીંગ કરી વાંકાનેરના હાર્દિક ધનેસરા, વિપુલ ઉર્ફે લાલો તથા તુષારે દુષ્કર્મ ગુજાર્યુઃ ત્રણેયની પુછતાજ

વાંકાનેર તા.પ : વાંકાનેર પંથકની સગીરાનું ટીકટોકમાં વિડીયો ઉતારી બ્લેકમેઇલીંગ કરી દુષ્કર્મ ગુજારનાર ત્રણ શખ્સોને વાંકાનેર પોલીસે સંકજામાં લઇ આકરી પુછતાછ હાથ ધરી છે.

દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાની માતાએ પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું છે કે ઘરમાંં આવેલ દુકાનમાં વેપાર ધંધો કરી ગુજરાન ચલાવીએ છીએ મારા પતિ છુટક મજુરી કામ કરે છે. મારે સંતાનોમાં ચાર દિકરીઓ તથા એક દિકરો છ.ે જેમાં સૌથી મોટી દિકરી (ઉ.૧૪)  લજાઇ ચોકડી પાસે આવેલા કારખાને કામ કરવા ઉપલાપરામાં રહેતા હાર્દિકભાઇ પ્રફુલ્લભાઇ ધનેસરાની ટ્રાવેરા ગાડીમાં બેસી મંજુરી કામ કરવા જતીહતી દોેઢેક માસ આ મજુરી કામ કરેલું મારી પુત્રીની વય નાની હોઇ કારખાનાવાળાઓએ તેને રજા આપી દીધી હતી.

આજથી દોઢેક માસ પહેલા મને અમારી બાજુમં રહેતા વિપુલ ઉર્ફે લાલાએ તેના મોબાઇલમાં મારી પુત્રીનો તથા હાર્દિકનો ટીકટોક વિડીયો બતાવેલી જેમા હાર્દિક તેનું માથુ મારી દિકરીના માથામાં રાખી સુતેલા હોઇ તેવોઆ વિડીયો બતાવતા મે મારી દિકરીને વિશ્વસામાં લઇ આ બાબતે પુછપરછ કરતા મને કહેલ કે વિપુલ ઉર્ફે લાલાએ મને ફોસલાવીને આજથી છ એક માસ પહેલા, (મારી જેઠાણી) ના મકાનની છત ઉપર બે વખત રાત્રી સમયે શરીર સંબંધ બાંધેલ અને હાર્દિક પ્રફુલ્લભાઇ ધનેસરા આ વિપુલ ઉર્ફે લાલાનો મિત્ર હોઇ તેને વાત કરેલ હોઇ આ હાર્દિક પણ તારે વિપુલસાથે આડો સંબંધ છે તેની વાત બધાને કરી દઇશ એવી ધમકી આપી આજથી દોઢેક મહિના પહેલા, મોરબી લાતી પ્લોટમાં કામ અપાવવાનું કહી તેના મોટર સાયકલમાં તેના મિત્ર તુષાર તથા તેની ગર્લફ્રેન્ડ રાધીકા સાથે ચોટીલા લઇ ગયેલ હતો અને ત્યાં પોતાનો તથા હાર્દિક પ્રફુલ્લભાઇનો તેના મોબાઇલમાં વિડીયો ઉતારેલ બાદમાં ચોટીલાથી પરત આવતા હતા ત્યારે સાંજના સાડાછએક વાગ્યે હાર્દિક મને જુના રાજાવડલાના કાચા રસ્તે અમરસર ગામની અવાવરૂ સીમમાં લઇ ગયો હતો અને મારા પર દુષ્કર્મ કરેલ.

મારી પુત્રીએ કહેલ આ બાબત મે મારા પતિને કરેલ હતી. પરંતુ પોલીસમાં ફરીયાદ કરેલ ન હતી. મે આ વિપુલ ઉર્ફે લાલાને મારી દિકરીનોે વિડીયો કાઢી નાખવા જણાવેલ હતું. આ અંગે ઠપકો આપતા વિપુલ ઉર્ફે લાલાએ કહેલ કે હાર્દિકને કહો વિડીયો તેણે ઉતારેલ છે આવી જીભાજોડી સાથે તેણે મારી સાથે ઝઘડો કરેલ તથા ફડાકા પણ મારેલ હતા.

ફરીયાદ બાદ પોલીસે આઇપીસી કલમ ૩૭૬/ર, આઇએચએન ૧૧૪ તથા પોસ્કો હેઠળ ૩-એ, ૪-૧૧-પ, ૧ર, ૧૬, ૧૭ તથા આઇટી એકટ કમલ ૬૭ મુજબ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ વાંકાનેર શહેર પીઆઇ રાઠોડ પીએસઆઇ જાડેજા અનેતેના સ્ટાફે હાથ ધરી ત્રણેય આરોપીઓને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છ.ે

(4:02 pm IST)