Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ભાવનગરમાં બે મકાનમાં આગ ભભૂકી

ભાવનગર, તા. પ : મળતી વિગતો મુજબ શહેરના શાક માર્કેટ વિસ્તારમાં ભાવનગર નાગરિક સહકારી બેંકની સામે માળીની ખડકીમાં આવેલ સુરેશભાઇ દેવજીભાઇ ધોળકીયાના બે માળના મકાનમાં મોડી રાત્રીના ૧-૩૦ કલાકે આગ ભભૂકી હતી અને જોત જોતામાં આગ આખા ઘરમાં ફેલાઇ ગઇ હતી અને બાજુમાં આવેલા એક બંધ મકાનમાં પણ આગ ફેલાઇ ગઇ હતી.

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને આગમાં બીજા માળે ફસાયેલા સુરેશભાઇ દેવજીભાઇ ધોળકીયા ઉ.વ.૭૪, કુસુમબેન સુરેશભાઇ ધોળકીયા ઉ.વ.૬૭ તથા જીતેષભાઇ સુરેશભાઇ ધોળકીયા ઉ.વ. પ૦ને રેસ્કયુ દ્વારા સલામત પૂર્વક નીચે ઉતારી  લીધા હતા. ફાયર બ્રિગેડના સ્ટાફે પાંચ ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. આગમાં ટીવી, ફ્રિઝ, એલ.સી. સહિત ઘરવખરીની સહિત ચીજવસ્તુઓ સળગી જવા પામી હતી

(12:48 pm IST)