Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ઓખા કેન્દ્ર લેખંલની સરકારી કચેરીઓની વિનાસક તસ્વીર

ઓખાઃબીએસએનએલ કચેરી તથા કવાટરો ખડેર બન્યા છે. સ્ટાફની કમીના કારણે અહી કોઇ હાજર રહેતુ નથી.૯૦ ટકા ફોનના ડબલાઓ બંધ થયા છે. અને મોબાઇલ ટાવરો પણ હમેશા બંધ રહે છે. અહીની પીજીવીસીએલ ઓફીસની હાલત પણ સ્ટાફની કમી અને લાઇન મેનની કમીના કારણે સેકડો કમ્પલેનો પેઇન્ડીંગ રહે છે. અને હમેશા લાઇટનો કાપ જોવા મળે છે. અને દરરોજ શોર્ટ સરકીટના કારણે અકસ્માતો થતા રહે છે. દેશની પ્રથમ દરજજાની મત્સ્યઉદ્યોગ કચેરીની હાલત પણ ખંડેર બની છે અને અહીના કવાટરો તો ભુત્યામહેલ બન્યા છે. અહી પણ સ્ટાફની કમીના કારણે આ ઓફીસ સીકયોરીટી ગાર્ડના ભરોસે ચાલે છે. અને સૌથી વધારે  કરૂણ બાબત એ જોવા મળે છે કે હજારો માચ્છીમારી બોટોની આવન જાવનની યાદી રાખતી આ ઓફીસ કેટલી બોટો કાઠે રહેલી છે? કેટલા દંગા કાર્યરત છે? કેટલી જેટી ઓ કાર્યરત છે? તેની પાકી યાદી નથી.(૧.૨)

(12:45 pm IST)