Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

હળવદના ચરાડવા નજીક વાવણી પૂર્વે ઝેરી દવામાં પલાળેલ મગફળીના દાણાથી દોઢ વર્ષના માસુમનું મોત

ર બાળકોને ઝેરી અસર થતા રાજકોટ સારવારમાં

મોરબી, તા. પઃ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ ઈશ્વરનગર ગામની સીમમાં ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારના ત્રણ બાળકો ઝેરી દવામાં પલાળેલા મગફળીના દાણા ખાઈ જતા ત્રણેયને ઝેરી અસર થતા ગત મોડી રાત્રે ત્રણેયને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ લવાયા હતા. જયાં પહોંચતાં પૂર્વે દોઢ વર્ષના એક માસૂમ બાળકનું મોત નીપજયું હતું જયારે બે બાળકોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.

મૂળ એમપીના અને હાલ મોરબી ના હળવદ તાલુકામાં આવેલાં ઈશ્વરનગર ગામે વાડીમાં રહેતા કુંવરસિંહ વાસકેલ ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.કુંવરસિંહ ના ત્રણ સંતાન ખેતર પાસે રમી રહ્યા હતા. તે દરમિયાન અલ્પેશ કુંવરસિંહ વાસકેલ (ઉંમર વર્ષ દોઢ), મીરા કુંવર સિંહ વાસકેલ (ઉંમર વર્ષ ત્રણ) અને રસિક કુવરસિંહ વા સ્કેલ (ઉમર વર્ષ પાંચ) નામ ના ત્રણ બાળકો ઝેરી દવા માં પલાળેલા મગફળીના દાણા મોડી રાત્રીના ખાઈ જતા ત્રણેયને ગીત રાત્રીના બારેક વાગ્યે મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા ત્યારે સારવાર મળે તે પૂર્વે જ અલ્પેશ કુંવરસિંહ વાસ કાલ નામના દોઢ વર્ષના બાળકનું મોત નીપજયું હતું. જયારે મીરા કુંવરસિંહ વાસકેલ(ઉમર વર્ષ ત્રણ) તથા રસિક કુંવરસિંહ વાસકેલ (ઉમર વર્ષ પાંચ) ને મોરબી પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે બંને બાળકોને રાજકોટ લઈ જવાયા હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.હોસ્પિટલ સત્ત્।ાવાળાઓએ મોરબી પોલીસ ને જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસના કાગળો તૈયાર કરીને આગળ હળવદ પોલીસ તરફ રવાના કર્યા હોવાનું જાણવા મળેલ છે.

(12:22 pm IST)