Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

સુરેન્દ્રનગરમાં વરસાદના પાણીનો નિકાલ નહીં: ઠેર ઠેર પાણી ભરાયાઃ રસ્તામાં ભૂવા પડયા

વઢવાણ તા.પઃ સુરેન્દ્રનગરમાં કુદરત મહેરબાન અને અનરાધાર વરસાદ વરસ્યો હતો. માત્ર બે ઇંચ વરસાદ વરસતાની સાથે જ વરસાદી પાણીના નિકાલ થયોજ નહીં. શહેરમાં જળબંબાકાર સમાન  સ્થિતી સર્જાઇ ગઇ અનેક લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા અનેક સોસાયટી વિસ્તારમાં લોકો બહાર પણ ન આવી શકે એવો ઘાટ સર્જાયો હતો.

શહેરમાં કલેકટર કચેરી નગરપાલિકા જીલ્લા પંચાયત ડી.એસ.પી. ઓફિસ, મિલ રોડ તેમજ દાળમિલ રોડ, અંધ વિદ્યાલય, નવા જંકશન સહિતના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. પાણીના નિકાલ માટે વ્યવસ્થા પાણીમાં તણાઇ ગઇ અને લોકો સામાન્ય વરસેલા વરસાદમાં બેહાલ બન્યા હતા.

સ્વામીનારાયણ ગુરૂકુળ રોડ ઉપર મોટાભુવા પડયા હતા. શાળાઓમાં પાણી ભરાયા હતા. સુરેન્દ્રનગર જોરાવરનગરને જોડતો કોઝવે પુલ બંધ કરવામાં આવ્યો હતો ત્યારે બસો જોરાવરનગર બજારમાંથી પસાર કરાવવામાં આવેલ હતી.

જોરાવરનગર કોઝવેથી લઇને નાલામાં પણ પાણી ભરાઇ ગયા ત્યારે જોરાવરનગરમાં પાણી ભરાવાના કારણે લોકોએ ચુંટાયેલા સદસ્યને  જાણકારી આપવામાં આવતા આ સદસ્ય દ્વારા પાણી અટવાયા હતા ત્યાં ત્યાં પાવડો લઇને પાણીનો નિકાલ  કરવા માટે જાતે જવુ પડયુ હતુ.

વઢવાણ રોડ ઉપર વરસાદમાં રોડ રસ્તા ઉપર લાઇટો પણ ખોરવાઇ ગઇ હતી. જયારે વઢવાણ રોડ ઉપર તળાવ પાસે મુળચંદ વાળા કોર્નર ઉપર મોટા જબ્બર જસ્ત ભુવો પડતા અનેક આભુવામાં ખાબકયા હતા વાહનોના વિલ પણ વળી ગયા હતા. ત્યારે તંત્ર દ્વારા આગોતરા પગલા લેવા જોઇએ ન લેવાતા ભારે મુસીબત સર્જાવા પામેલ હતા.

સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ અનેક માર્ગો જળબંબાકાર બની ગયા હતા ભુગર્ભ ગટરોમાં કચરો અને પ્લાસ્ટીક ભરાઇ જવાના કારણે પાણીનો નિકાલ થતો ન હોવાના કારણે પાણી ભરાયા હતા. નગરપાલિકાના પ્રમુખ દ્વારા તાત્કાલીક અસરે જીનતાન રોડ માતૃછાયા બંગલા પાસે ભુર્ગભ ગટરને સાફ કરાવવામાં આવેલ અને આ વિસ્તારમાં ભરાયેલા પાણીનો નિકાલ કરાવવામાં આવ્યો હતો. વરસાદે પ્રિમોન્સુન પ્લાન પાણીમાં પોલ ખોલી નાખી હતી.

(12:22 pm IST)