Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

દ્વારકાના બરડીયા નજીક દરીયાઇ વિસ્તારમાંથી ર૦ લાખની રેતી ચોરીઃ પાંચ ઝબ્બે

ખંભાળીયા તા. પઃ દ્વારકાના બરડીયા નજીક આવેલ ચંન્દ્રભાગા બાલવી માતાજીના મંદિર પાસેના દરીયા કાંઠા વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા ચાર શખ્સોને ૮૪૬૦ મેટ્રીક ટન રેતી, સહિત કુલ રૂ. ર૦,૩૦,૪૦૦ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોટાભાગે રાત્રીના સમયે આ રેતી ખનનનો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે. ત્યારે ખાણ ખનિજ વિભાગના માઇનસ સુપરવાઇઝર ભગીરથસિંહ ગીરવાનસિંહ ગોહિલની ફરીયાદના આધારે ગત તા. ૭-પ-ર૦૧૯ના રોજ બરડીયા નજીક ચંદ્રભાગા બાલવી માતાજી મંદિર પાસેના દરીયાકાંઠા વિસ્તારમાંથી ભરત સાંગથા ગરચર, જીતુભા રાણાભા માણેક, મેરૂભા દેવાભા કારા, લખમણ સાગા ગરચર, નારણ રાજા હાથીયા બધા સાથે મળી વાહનોમાં કુલ ૮૬૪૦ મેટ્રીક ટન રેતી કિ. રૂ. ર૦,૩૦,૪૦૦ની ચોરી કરેલ હોવાનું ફરીયાદમાં નોંધાવતા દ્વારકા પોલીસે પાંચેય શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે રહેતો ગોવાભાઇ કારાભાઇ કરમુર (ઉ.વ. ૩પ) ના યુવાને કોઇ કારણસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં મોત નિપજયું હતું. બનાવ અંગે ખંભાળિયા પોલીસે નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:21 pm IST)