Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ભાવનગર-ઘોઘા- શિહોરમાં અઢી ઇંચ

સૌરાષ્ટ્ર કચ્છમાં ઝાપટા યથાવતઃ પવનના સૂસવાટા સાથે વાતાવરણમાં ઠંડકઃ મિશ્ર હવામાનનો માહોલઃ ગરમી ઘટી

રાજકોટ તા. પ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો  માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે ભાવનગર જિલ્લામાં અડધાથી  અઢી ઇંચ વરસાદ પડયો હતો.

 

ભાવનગર, ઘોઘા, શિહોરમાં અઢી ઇંચ વરસાદ પડયો છે અને ઝાપટા પડી રહ્યા છ.ે જયારે રાજુલામાં ૧, લાઠી-ધારી, કેશોદમાં અડધો ઇંચ વરસાદ પડબયો હતો. આ ઉપરાંત સાયલા, ઉપલેટા, મોરબી, વાંકાનેર, ટંકારા, જોડિયા, જુનાગઢ, મેંદરડા, માળીયાહાટીના, વંથલી, વિસાવરદ, અમરેલી, કુંકાવાવ, વડિયા, ખાંભા, જાફરાબાદ, બગસરા, બાબરા, લીલીયા, સાવરકુંડલામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા.

જામનગર જીલ્લાના આજી-૪ અને ઉંડા-૪ ડેમ ઉપર હળવો-ભારે વરસાદ વરસ્યો હતો.

ભાવનગર

ભાવનગર શહેરમાં અઢી ઇંચ વરસાદ પડયો છે ત્યારે જીલ્લામાં સર્વત્ર અર્ધાથી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે જીલ્લામાં ધીમીધારનો વરસાદ ખરીદ પાક માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે. જીલ્લામાં ચોમાસુ વાવેતર કાર્ય ૯૪ ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છ.ે

ભાવનગર જીલ્લામાં છેલ્લા ૧પ દિવસથી ધીમી ધારે સાર્વત્રીક વરસાદ વરસી રહ્યો જે ચોમાસું પાક માટે કાચા સોના જેવો સાબીત થઇ રહ્યો છે. અને ખરીફ પાકનું ગુલાબી ચિત્ર રચાયું છે જીલ્લામાં ૯૪ ટકા વાવણી કાર્ય પૂર્ણ થઇ રહ્યુંછે. નદી-નાળા-ચેકડેમમાં પાણી ભરાઇ ગયા છે અને જીલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પણ સારા પાણીની આવક થઇ હોય ખેડુતો અને સરકારની  ચિંતા ટળી છે. જીલ્લાભરમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

ભાવનગર જીલ્લામા છેલ્લા ર૪ કલાક દરમ્યાન ઉમરાળામાં ૧પ મી.મી.ગારીયાધાર ર મી.મી., ઘોઘામાં પપ મી.મી. જેસરમાં ર મી.મી. તળાજામાં ૧૭ મી.મી. પાલીતાણામાં ૧૧ મી.મી., ભાવનગરમાં પ૯ મી.મી. મહુવામાં ૧૦ મી.મી.વલ્લભીપુરમાં ૩૯ મી.મી. અને સિંહોરમાં પપ મી.મી. વરસાદ નોંધાયો છે. સમગ્ર જીલ્લામાં આજે સોમવારે પણ વરસાદી માહોલ જળવાઇ રહ્યો છે અને શહેર સહિત જીલ્લામાં ઠંડો પવન ફુંકાઇ રહ્યો હતો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

જામનગરનું હવામાન

જામનગરઃ શહેરનું આજનું હવામાન૩૦ મહતમ ર૭ લઘુતમ ૮૭ ટકા વાતવરણમાં ભેજનું પ્રમાણ ૧૩.૭ પ્રતિ કલાક પવનનીગતિ રહી હતી.

(12:19 pm IST)