Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ભાવનગરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : ૧૬ નવા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા : કુલ કેસની સંખ્યા 344 થઇ: આજે છ દર્દીઓ રોગમુક્ત થયા

ભાવનગર : જિલ્લામાં આજે  ૧૬ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૩૪૪ થવા પામી છે. ભાવનગરના ટોપ-૩ સર્કલ, સ્વપ્ન સૃષ્ટી ખાતે રહેતા ૪૬ વર્ષીય જગનાથભાઈ ભાલેરાવ, આખલોલ જકાતનાકા, રામદેવનગર ખાતે રહેતા ૩૫ વર્ષીય દક્ષાબેન પ્રજાપતી, વડવા ખાતે રહેતા ૫૦ વર્ષીય દિલીપભાઈ ગોહિલ, વડવા તલાવડી ખાતે રહેતા ૪૨ વર્ષીય સતારભાઈ લોહિયા, ભાયાણીની વાડી, નવા કુંભારવાડા ખાતે રહેતા ૩૯ વર્ષીય રમેશભાઈ ધોળા, અનંતવાડી, નિલકંઠ સોસાયટી ખાતે રહેતા ૨૯ વર્ષીય પ્રતિકભાઈ કુંવરાણી, વડવા પાદર દેવકી, કુંભારશેરી ખાતે રહેતા ૩૭ વર્ષીય રેશ્માબેન કાલીવાકલા, રેલ્વે હોસ્પિટલ પાછળ રહેતા ૪૫ વર્ષીય સુરેશભાઈ ઝડફીયા, ઉમરાળાના માલપર ગામ ખાતે રહેતા ૩૨ વર્ષીય કેતનભાઈ ધોળા, ભાવનગરના નાગધણીબા ગામ ખાતે રહેતા ૩૭ વર્ષીય નિલેશગીરી ગૌસ્વામી, સિહોરના અમરગઢ ખાતે રહેતા ૩૪ વર્ષીય દેવાયતભાઈ ચૌહાણ, સિહોર ખાતે રહેતા ૧૯ વર્ષીય કલ્પેશ સોલંકી, મહુવાના તોરણ એપાર્ટમેન્ટ ખાતે રહેતા ૪૯ વર્ષીય પ્રશાંતકુમાર મહેતા, મહુવાના ચારદીકા ખાતે રહેતા ૨૪ વર્ષીય પારૂલબેન રાઠોડ, તળાજાના સાંખડાસર ગામ ખાતે રહેતા ૨૫ વર્ષીય રાજુભાઈ ચારણીયા અને તળાજાના સાંખડાસર ગામ ખાતે રહેતા ૨૪ વર્ષીય હેતલબેન ચારણીયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ૬ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૧૯ જુનના રોજ પાલીતાણાના દાણાપીઠ ખાતે રહેતા ૩૩ વર્ષીય મિનાક્ષીબેન વોરા, તા.૨૨ જુનના રોજ મહુવાના બાંભણીયા ગામ ખાતે રહેતા ૩૫ વર્ષીય નિલેશભાઈ હડિયા, તા.૨૬ જુનના રોજ રાજુલાના વેરાવળ ગામ ખાતે રહેતા ૩૫ વર્ષીય ભગાભાઈ પછડ, તા.૨૬ જુનના રોજ ભાવનગરના શ્રમજીવી અખાડા, ઘોઘા સર્કલ ખાતે રહેતા ૬૦ વર્ષીય ઇન્દીરાબેન કડિયા, તા.૨૬ જુનના રોજ બરવાળાના કાપડિયાળી ગામ ખાતે રહેતા ૬૨ વર્ષીય ભુપતભાઈ બારૈયા અને તા.૨૬ જુનના રોજ ઉમરાળાના ટીંબી ગામ ખાતે રહેતા ૪૯ વર્ષીય સુરેશબેન ભીકડિયાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.
ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમાત દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
ભુપતભાઈ તરથરીયા સુરત ખાતે રહે છે. તેઓને સુરત ખાતે ન્યુમોનિયા આવેલ હતો. મહુવા તાલુકા ખાતે તેમના સંબંધી રહે છે. સુરત ખાતે તેમની તબિયતમાં સુધારો ન થતા સારવાર માટે ભાવનગરમાં આવેલ. સુરતથી દર્દી અને તેમના પત્ની ભાવનગર નારી ચોકડી આવેલ. ત્યાથી તેમના ભાઈની પ્રાઇવેટ કારમા સર ટી. હોસ્પિટલ ખાતે દાખલ થયેલ હતા. દર્દીએ મહુવાની મુલાકાત લીધેલ નથી. જ્યાં તેમના કોરોના સેમ્પલ લેવામાં આવેલ જે પોઝીટીવ આવેલ છે. સારવાર દરમિયાન દર્દીનું અવસાન થયેલ છે. દર્દીને ડાયાબિટીસ અને હાઈપરટેન્શનની બીમારી પણ હતી.
આમ જિલ્લામા નોંધાયેલા ૩૪૪ કેસ પૈકી હાલ ૧૪૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૧૩ દર્દીઓનુ અવસાન થયેલ છે. જિલ્લામાં આજ સુધીમાં કુલ ૧૦,૭૮૬ કોરોના સેમ્પલની ચકાસણી કરવામા આવી છે.

(8:17 pm IST)