Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

મહુવામાં નાયબ મામલતદાર પ્રશાંતભાઈ મહેતા સહીત ભાવનગરમાં બપોર સુધીમાં 15 પોઝિટિવ કેસ : ફફડાટ

હીરાના કારખાનાના મેનેજર, ત્રણ હીરાઘસુ યુવાન એક અલંગ વિદેશી ક્રૂ મેમ્બર સહીત 15 લોકો ઝપટે

ભાવનગરમાં કોરોના નો કકળાટ યથાવત રહેવા પામ્યો છે .આજે રવિવારે બપોર સુધીમાં જ ભાવનગરમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે.સતત વધતા કેસથી લોકોમાં ફફડાટ ફેલાયો છે
ભાવનગરમાં કોરોના ના કેસો દિન-પ્રતિદિન વધતા રહ્યા છે આજે રવિવારે બપોર સુધીમાં જ એક નાયબ મામલતદાર એક હીરાના કારખાના મેનેજર અને ત્રણ હીરા ઘસુ યુવાન એક અલંગ ના વિદેશી ક્રૂ મેમ્બર સહિત કુલ ૧૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. તમામને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયો છે.

(6:09 pm IST)