Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના લાપાળીયા ગામની સીમમાંથી ઇગ્લીશ દારૂની પેટી નંગ-૧૧૧ બોટલ નંગ-૧૩૩૨ કિ. ૩,૯૯,૬૦૦નો મુદામાલ ઝડપાયો

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પાલીતાણા ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન  નાની રાજસ્થળી ગામ પાસે આવતા હેડ કોન્સ જીતેન્દ્રસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે લાપાળીયા ગામના મુકેશભાઇ પાંચાભાઇ વાઘેલા એ લાપાળીયા ગામની સીમમાં મેઢા જવાના રસ્તે વગડીયુ તરીકે ઓળખાતી વાડીમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ છે. અને તે દારૂનો જથ્થો સગે-વગે કરવાની તૈયારીમાં છે. તે હકિકત આઘારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન ભારતીય બનાવટનો  EPISODE CLASSIC  WHISKY-750 ML  પેટી નંગ-૧૧૧ બોટલ નંગ-૧૩૩૨  કિ.રૂ. ૩,૯૯,૬૦૦/-ની  ઇગ્લીશ દારૂની બોટલો મળી આવતા મુકેશભાઇ પાંચાભાઇ વાઘેલા રહે. લાપાળીયા તા. પાલીતાણા જી.ભાવનગર વિરૂધ્ધ્માં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૫એઇ.૧૧૬(બી) મુજબનો ગુન્હો નોઘાયેલ છે.
આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસઇન્સ.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ માણસો હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલા તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા સાગરભાઇ જોગદીયા તથા ઘનશ્યામ ભાઇ ગોહિલ તથા કુલદિપસિંહ ગોહિલ તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા ડ્રા.પો.કો બ્રિજરાજસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

(5:58 pm IST)