Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ભાવનગરમાં કોરોના કેસ વધતા તંત્ર ચિંતિત : ફેરીયાઓ માટે હેલ્થ કાર્ડ ફરજીયાત કરાયા

૧પ દિવસે ચેકીંગ ફરજીયાત કર્યા બાદ જ હેલ્થહાર્ડ રીન્યુ થશે

ભાવનગર: ભારત સહિત ગુજરાતમાં કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે ભાવનગરમાં પણ કોરોનાના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ભાવનગરમાં છેલ્લા 10 દિવસમાં 122 કેસ સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. કોરોના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે સુપર સ્પ્રેડર ગણાતા શાકભાજી અને ફળના વેપારીઓ માટે હેલ્થ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભાવનગરમાં કોરોનાની સ્થિતિને જોતા આરોગ્ય વિભાગે તકેદારીના ભાગરૂપે શાકભાજી અને ફળોનું વેચાણ કરતાં ફેરિયાઓનું હેલ્થ સ્ક્રિનિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આથી હવે શાકભાજી અને ફળોનું વેચાણ કરતા દરેક ફેરિયાઓએ આરોગ્ય કેન્દ્ર ખાતેથી હેલ્થ ચેકઅપ કરાવીને હેલ્થ કાર્ડ મેળવવું પડશે.

આ ઉપરાંત ફેરિયાઓએ દર 14 દિવસે ફરીથી પુન:સ્ક્રિનિંગ કરાવવાનું રહેશે. આ હેલ્થ કાર્ડ નજીકના આરોગ્ય કેન્દ્ર પર ઓફિસના કામકાજના દિવસો દરમિયાન મેળવી શકાશે. આ માટે સવારે 9 થી 1 સુધીમાં ફોન કરીને જણાવ્યા પ્રમાણેના સમયે હાજર થવાનું રહેશે.

આ હેલ્થકાર્ડે મેળવવા માટે ફેરિયાઓએ પોતાની પાસે બે પાસપોર્ટ સાઈઝના ફોટા અને એક આધાર કાર્ડની કોપી લાવવાનું રહેશે.

(4:21 pm IST)