Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સાસણ ગીરમાં ગેરકાયદે સિંહ દર્શન મામલે ગીર પ્રાઈડના સંચાલક મહેન્દ્રસિંહ સોલંકીની ધરપકડ: હોટલને કરાઈ સીલ

વેબસાઈટ અને ઇન્સ્ટાગ્રામમાં પ્રવાસીઓને લોભવવા લાઈન શોની જાહેરાત કરી હતી

 

સાસણ ગીરના ભાલછેલમાં આવેલા ગીર પ્રાઈડના સંચાલક મહેન્દ્રસિંહ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. ગેરકાયદે સિંહ દર્શનના ગુનામાં હોટલ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગે 'ગીર પ્રાઈડ' હોટલને સીલ માર્યુ હતુ. વન વિભાગે કોઈ હોટલને સીલ માર્યું હોય તેવી પહેલી ઘટના છે. સંચાલક મહેન્દ્રસિંહ સોલંકી સોશિયલ મીડિયામાં લાઇન શોના વીડિયો મુકતા હતા.

   વેબસાઈટ અને ઇન્સ્ટાગ્રામમાં પ્રવાસીઓને લોભવવા લાઈન શોની જાહેરાત કરી હતી. 999 રૂપિયામાં નાઈટ સફારી અને સિંહ સાથે ચાલવાની ઓફર આપવામાં આવતી હતી. મેંદરડા કોર્ટમાં આરોપીને રજૂ કરી વનવિભાગે રીમાન્ડની માંગ કરી હતી. સંચાલકની ધરપકડથી સાસણ ગીરના હોટલ માલિકોમાં ફફડાટ ફેલાયો છે.

(10:11 pm IST)