Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

જુનાગઢના ચોકીના પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે વિજ્ઞાન જાથા દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ

રાજકોટ : જુનાગઢ જિલ્લાના ચોકી ખાતે આવેલ એસ.આર.પી. અને પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે તાલીમાર્થીઓને વિજ્ઞાનની સાચી સમજ મળે અને અંધશ્રધ્ધા દુર થાય તેવા હેતુથી ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા 'ચમત્કારોથી ચેતો' જનજાગૃતિ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જાથાના રાજયના ચેરમેન જયંત પંડયાના માર્ગદર્શન હેઠળ અહીં એકના ડબલ, હાથમાંથી કંકુ નિકળવુ, જીભની આરપાર ત્રિશુલ નાથવુ, બેડી તુટવી જેવા પ્રયોગોનું નિદર્શન કરી શીખવી દેવાયા હતા. આ કાર્યક્રમના પ્રારંભે એ સ્વાગત પ્રવચન કરેલ. કાર્યક્રમ માટે ડી.વાય.એસ.પી.  શ્રી એમ. બી. સોલંકી, તાલીમ ભવનના પ્રિન્સીપાલ અને આઇ.જી.પી. શ્રી અનારવા, ડી.વાય.એસ.પી. શ્રી પટેલ સહીતના પોલીસ અધિકારીઓનો સહયોગ મળ્યો હતો.

(3:53 pm IST)