Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

તળાજામાં યુવતિ તાબે ન થતા ઝેરી દવા બળજબરી પૂર્વક પીવડાવી દીધી

 ભાવનગર તા.૫: તળાજામાં ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ખાતે ગત રાત્રે ઝેરી એક યુવતીને સારવાર માટે લાવવામાં આવેલ હતી. આ યૂવતી અર્ધ બેભાન અવસ્થામાં મા હોય પોલીસ અને નાયબ મામલતદાર યુવતીનું નિવેદન નોંધી શકેલ નહી. આજે યુવતી ભાનમાં આવી હતી. યુવતીએ તેમના પરિવારજનોની હાજરીમાં શબ્દો ઉચ્ચાર્યા હતા ને એવો આરોપ લગાવ્યો હતો કે પોતે પરણિત યુવકને તાબે નથતા તેમના ભાઇઓ સાથે આવી ને ઝેરી દવા પીવરાવી દીધી હતી. અગાઉ પણ મને દુષ્કર્મનો શિકાર બનાવેલ છે.

ગઇકાલ સાંજે હું મારા ફળિયામાં વાસીદુ કરતી હતી. એ સમયે મને યુવાને પથ્થર નોધા કરી ઇશારા સાથે ઘર નજીકની નળમાં બોલાવેલ. પણ હું ન જતા ઉશેકરાયો હતો. ને નજીકમાંજ તે યુવકની વાડી આવેલ હોય ત્યાં જઇ તેમના ભાઇઓને બોલાવી આવી સાથે ઝેરી દવાની બોતલ લઇ આવી મને બલ જબરી પૂર્વક પીવરાવી દેવામાં આવેલ. અગાઉ પણ મને એ યુવકએ ત્રણેક વખત દુષ્કર્મનો શિકાર બનાવેલ છે.

તળાજા હોસ્પિટલમાં યુવતીએ તેમના પરિવાર જનોની રૂબરૂ માજ લગાવ્યો હતો. આ અંગે અલંગ રૂરલ પોલીસે ગત રાત્રે પોલીસે હાથ ધરેલ તપાસમાં યૂવતી હાલ ભોગ બનનાર બે ભાન હોય હાલ સારવાર ચાલુ હોવાની સ્ટે.ડા.માં નોંધ કરેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ચકચાર મચાવતી અને પોતાની સાથે દુષ્કર્મ આચરેલ હોવાના પરિવાર જનો સમક્ષજ શબ્દો ઉચ્ચારતી યુવતી ને ગત રાત્રે ઝેરી દવાની અસર થવાના કારણે સારવારમાં લાવેલ હોય તળાજા નાયબ મામલતદાર ડી.ડી.લેવા આવ્યા હતા. પણ યૂવતી અર્ધ બેભાન અવસ્થામાં હોય ના.મામલતદાર કે અલંગ પોલીસ યૂવતીનું નિવેદન નોંધી શકી નહતી. આજે યુવતી આમ તો સવાર થીજ પરિવાર અને તેમની મુલાકતે આવતા લોકો સાથે વાત કરતી હતી. તેમ છતાંય આજે સાંજે નાયબ મામલતદાર એ જણાવ્યું હતું કે હજુ યુવતી ભાનમાં આવેલ નહોય ડી.ડી.લીધું નથી.

અલંગ પોલીસેબનાવ અનુસંધાને હાલ તોજાણવા જોગ એન્ટ્રી કરી છે. બીજી તરફ યુવતી દ્વારા જ હોસ્પિટલની પથારીમાંથીજ એવા શબ્દો ઉચ્ચારવામાં આવી રહ્યા છે કે મને અગાઉ પણ દુષ્કર્મનો ભોગ બનાવેલ. ગઇકાલે તાબે ન થતા ઝેરી દવા બળજબરી પૂર્વક પીવરાવેલ છે. આ રહસ્યમય અને ઊંડી તપાસ માગી લે તેવો વિષય હોય પોલીસ તપાસ ચલાવી રહી હોવાનું જણાવ્યું હતું.

યૂવતીને ઝેરીદવા પીવરાવવામાં ત્રણ ઇસમોનો હાથ છે. આવો આરોપ ગત રાત્રે જ તળાજા સારવારમાં લવાયેલ યુવતીના કાકા ના શબ્દો હતા. એ ત્રણેય ઇસમોને ફળીયામાંથી ભાગતા પણ જોયા છે. આમ આ ઘટનાને લઇ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

(11:47 am IST)