Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

રૂ.૨૦ની નોટ ભકતે સોમનાથ મંદિરે ભેટમાં ધરી

આરબીઆઇ દ્વારા નવી બહાર પાડેલી

પ્રભાસપાટણ તા. ૫: ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા તાજેતરમા જ રૂ.૨૦ની નવી નોટ બહાર પાડવામાં આવેલ આ નવી નોટ પણ મહાત્મા ગાંધીના ફોટાવાળી છે આ નવી નોટ પર આર.બી.આઇ.ના વન ગર્વનર શકિતકાંત દાસની સહીવાળી છે જુની નોટની સરખામણીમાં આ નવી નોટમા થોડા ફેરફાર કરીને આકર્ષક બનાવવામા આવેલ છે આ નોટ આછાપીળા રંગની છે ઉપરાત આ નોટ પર ઇલોરાની ગુફાનુ ચિત્રણ કરાયુ છે. જે ભારતની સાંસ્કૃતિક વિરાસત દર્શાવે છે.

નવી નોટમાં આગળનના ભાગમાં  મહાત્મા ગાંધીનુ ચિત્ર વચ્ચે છે. અર.બી.આઇ.નુ એમ્બ્લેમ મહાત્મા ગાંધીના ચિત્ર અને અશોક સ્તંભની જમણી બાજુએ છે. ઇલેકટ્રોટાઇપ વોટર માકર્સ અને નંબર પેનલ ટોચ પર ડાબી બાજુએ અને નિચે જમણી બાજુએ છે.

જો કે હજુ વેરાવળની બેન્કોમાં આ નોટ જવા મળતી નથી પરંતુ સોમનાથમાં સમગ્ર દેશભરમાંથી યાત્રિકો આવે છે અને આ યાત્રિકો દ્વારા સોમનાથ મંદિરની દાન પેટીમાં વીશની નવી નોટ નાખેલ અને ત્યાથી બેન્ક ઓફ બરોડા પ્રભાસપાટણની શાખામા આ નવી નોટો જોવા મળેલ છે.

(11:42 am IST)