Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

માંગરોળના શીબ વિસ્કારમાંથી ૧૦૦ લીટર દેશીદારૂ ઝડપાયો

જુનાગઢઃ રેન્જના આઇ.જી. સુભાષ ત્રીવેદી તથા જુનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ તથા મદદનીશ પોલીસ અધિક્ષક રવી તેજા વાસમશેટ્ટીની સુચના મુજબ જુનાગઢ જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબુત કરવા સુચના આપેલ. જે અન્વયે શીલ પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. આર.જે.રામને મળેલ બાતમી હકિકત રાહે શીલ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો પો.હેડ કોન્સ. કે.બી.ડોકલ તથા પો.હેડ કોન્સ દિપસિંહ ડોડીયા તથા પો.કોન્સ ગોવીંદભાઇ સોલંકી તથા પો.કોન્સ હિતેષભાઇ ડાકી તથા પો.કોન્સ દર્શનભાઇ મકવાણા એ દરસાલી નગીચાણા રોડ ઉપર દેશી દારૂ લીટર ૧૦૦ જેની કી.રૂ.૨૦૦૦ના તથા પ્યાગો રીક્ષા કી.રૂ.૨૫૦૦૦ તથા મો.ફોન.૫૦૦ મળી કુલ રૂ.૨૭૫૦૦ના પ્રોહી મુદામાલ સાથે (૧)લાલુ ઉર્ફે લાલો સ/ઓ વિજયભાઇ સોલંકી જાતે-દેવી પુજક (ઉ.વ.૨૯) ધંધો-ડ્રાઇવિંગ, પરબતભાઇ ભારાભાઇ કોડીયાતર રહે.શીલ તથા નરેશભાઇ રતીલાલ સોલંકી રહે.જુનાગઢ સહિતના વિરૂધ્ધ પ્રોહી કલમ ૬૫ઇ,૯૮(૨)૮૧, મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(11:37 am IST)