Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

દાગીના ચમકાવી દેવાના બહાને ચોરી કરનાર ટોળકી ઝડપાઇ

"SAS" પ્રોજેકટ હેઠળ લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ૧૦ ચોરીનો ભેદ ઉકેલ્યો : શંકર મોતીલાલ શાહ તથા ગોવિંદ શિવન શાહ બંને જણા ગોવિંદની મો.સા. જીજે-૦૧-ઇવાય-૪૧રરનું લઇને રાજકોટ આવેલ અને રાજકોટથી જામનગર જતા હાઇવે ઉપર એક મકાને ગયેલ ત્યાં એક બહેને સોનાનો ચેન ચમકાવવા માટે આપતા આ ચેન ચમકાવવાના બહાને આ બહેનની નજર ચુકવી ચોરી કરી નડીયાદ જતા રહેલ બાદમાં આ સોનાનો ચેન અમદાવાદના સોનીને રૂ. ર૦,૦૦૦/-માં વેચેલ

તસ્વીરમાં ઝડપાયેલા શખ્સો નજરે પડે છે.. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

જુનાગઢ, તા. પ : જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને દાગીના ચમકાવી દેવાના બહાને સોન-ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરનાર ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ટીંબાવાડી બાયપાસ ઉપર આવેલ ઋષિકેસ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા ફરીયાદી અજયભાઇ જમનાદાસ ગોરસીયાના ઘરે બે અજાણ્યા ઇસમો સોના-ચાંદીના દાગીના ચમકાવી દેવાના બહાને સોનાની બંગડી નંગ-ર ત્રણ તોલાની કિ.રૂ. ૯૦,૦૦૦/ તથા સોનાનો ચેન એક દોઢ તોલાનો કિ.રૂ.૪પ,૦૦૦/-નો મળી કુલ રૂ.૧,૩પ,૦૦૦/-ના છેતરપીંડી કરી લઇ ગયેલ હોય. જે અંગે જુનાગઢ સી-ડીવી. પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરેલ છે.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક એસ.જી. ત્રિવેદીની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભવ સિંઘના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢ દ્વારા બનાવ સ્થળની આજુ-બાજુમાં 'એસએએસ' પ્રોજેકટ અંતર્ગત લગાડેલા સી.સી.ટી.વી. કેમેરાના ફુટેઝ તથા ટેકનીકલ સેલના માધ્યમથી તથા ખાનગીરાહે તપાસ કરતા આ કામે અત્રેના પો.હે.કો. એચ.વી. પરમાર તથા પો.કો. ઇન્દ્રજીતસિંહ રણજીતસિંહ, વિપુલસિંહ કિરણસિંહ, કનકસિંહ રેવતુભા, સાહીલ હુશેનભાઇને ખાનગીરાહે હકીકત મળેલ કે, આ કામે પલ્સર મો.સા. રજી.નં.જીજે-૦૧-ઇવાય-૪૧રર નું સંડોવાયેલ હોવાની સંયુકત હકીકત મળતા જે હકીકત આધારે તપાસ કરતા હાલ બિહારી ગોવિંદ શિવન શાહ પાસે હોવાનું અને તે અમદાવાદ ખાતે હોવાનું જાણવા મળતા આ કામે તુરંત જ અત્રેથી પો.હે.કો.એચ.વી. પરમાર તથા પો.કો. સાહીલ હુશેન, ઇન્દ્રજીસિંહ રણજીતસિંહ, વિપુલસિંહ કિરણસિંહને અમદાવાદ ખાતે તપાસમાં મોકલતા તેઓને ગોવિંદ શિવન શાહ તથા તેની સાથે શંકર મોતીલાલ શાહ રહે. બન્ને બિહાર રાજયવાળા ઉપરોકત મો.સા. સાથે અમદાવાદ ચાંદલોડીયા વિસ્તારમાંથી મળી આવતા તે બંન્નેને પોલીસ હવાલે લઇ આ કામે વધુ પૂછપરછ માટે મો.સા. સાથે અત્રે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ઓફીસે પૂછપરછ માટે લાવી પૂછપરછ કરતા ગુજરાત રાજયમાં જુદા જુદા વિસ્તારોમાં તેણે છેતરપીંડી વિશ્વાસઘાત કરેલ હોવાનું જણાવેલ છે.

પંદર સતર દિવસ પહેલા શંકર મોતીલાલ શાહ તથા ગોવિંદ શિવન શાહ બંને જણા ગોવિંદનું મોટર સાયકલ રજી જીજે-૦૧-ઇવાય-૪૧રર નું લઇને નડીયાદથી જામનગર ગયેલ હતાં અને જામનગર સાંજના સમયે પહોંચેલ હતા ત્યાં એક મકાને ગયેલ અને ત્યાં એક બહેનને વિશ્વાસમાં લેતા તેઓએ સોનાની બંગડી નંગ-ર ચમકાવવા અપાતા આ બંન્ને બંગડીઓ એક વાટકામાં નાખી તેમાં પાણી અને લાલ પાવડર નાખી વિશ્વાસમાં લઇ બંને બંગડીની ચોરી કરી નિકળી ગયેલ અને ત્યાંથી સીધા નડીયાદ ગયેલ અને આ બંને સોનાની બંગડીઓ માણેક ચોકમાં ઉપરોકત સોનીને ત્યાં વેચેલ છે. તેના રૂ. રપ,૦૦૦/- આપેલ હતા.

પંદર સતર દિવસ પહેલા શંકર મોતીલાલ શાહ તથા ગોવિંદ શિવન શાહ બંને જણા ગોવિંદનું મોટર સાયકલ રજી.જીજે-૦૧-ઇવાય-૪૧રરનું લઇને નડીયાદથી જામનગર ગયેલ હતાં અને જામનગરના સાંજના સમયે પહોંચેલ હતા ત્યાં હાઇવેથી જામનગર શહેરમાં જતા રસ્તા ઉપર એક મકાને ગેલ અને ત્યાં એક બહેને સોનાનો ચેન ચમકાવવા અપાતા તે બહેનને વાતુમાં વિશ્વાસમાં લઇ સોનાનો ચેન બેનની નજર ચૂકવી ચોરી કરી નિકળી ગયેલ અને આ સોનાનો ચેન અમદાવાદ માણેક ચોકમાં ઉપરોકત સોનીને ત્યાં વેચેલ છે તેના રૂ. ર૦,૦૦૦/- આપલ હતાં.

પાંચ છ મહીના પહેલા શંકર મોતીલાલ શાહ તથા અશોક શાહ ઠઠેરી કે જેના ગામના નામની ખબર નથી જી. ભાલગપુર બિહાર વાળા સાથે શંકરની મોટર સાયકલ લઇને જામનગર ગયેલ અને ત્યાં એક મકાને ગયેલ અને ત્યાં સોનુ ચમકાવવાના બહાના હેઠળ ઉપર મુજબ સોનાના દાગીના નજર ચૂકવી ચોરી કરેલ હતાં જે સોનાના દાગીના અમદાવાદ ઉપરોકત સોનીને વહેચેલ હતાં તેના રૂ. રપ,૦૦૦/ આવેલ હતાં.

ચારેક મહિના શંકર મોતીલાલ શાહ તથા અશોક શાહ ઠઠેરી જી. ભાગલપુર બિહાર વાળા બંને જણા શંકરની મોટર સાયકલ લઇને રાજકોટ શહેરમાં ગયેલ હતાં અને ત્યાં એક મકાને બે બહેનને હાજર હતાં તેમને વિશ્વાસમાં લઇ સોનુ ચમકાવી દેવાના બહાને તેમની પાસેથી ચાર સોનાની બંગડી તથા બે સોનાના પાટલા નજર ચુકવી લઇ લીધેલ હતા. જે અમદાવાદ ઉપરોકત સોનીને રૂ.૪પ,૦૦૦/માં વેચેલ છે જે અંગે રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પો.સ્ટે.ગુ.નં.ફ. ૩૪/૧૯ તા. ૧૪-૦૩-ર૦૧૯થી દાખલ થયેલ.

છએક મહીના પહેલા શંકર મોતીલાલ શાહ તથા પીન્ટુ ઠઠેરી રહે. સબોર જી.ભાગલપુર બિહાર વાળા સાથે શંકરની મોટર સાયકલ લઇને વાંકાનેર નજીક આવેલ એક ગામમાં ગયેલ હતાં અને ત્યાંથી ઉપર મુજબ સોનુ ચમકાવવાના બહાના હેઠળ એક સોનાના મંગલસુત્ર તથા બે સોનાની કાનની બુટીની ચોરી કરેલ હતી તે મંગલસુત્ર તથા સોનાની બુટી અમદાવાદ ઉપરોકત સોનીને રૂ. રપ,૦૦૦/-માં વહેચેલ છે જે અંગે વાંકાનેર પો.સ્ટે. ફ. ૯૯/!૮ તા. રપ-૧ર-ર૦૧૮થી દાખલ થયેલ છે.

અઠવાડીયા પહેલા શંકર મોતીલાલ શાહ તથા ગોવિંદ શિવન શાહ બંને જણા ગોવિંદની મો.સા. જીજે-૦૧-ઇવાય-૪૧રર લઇને મોરબી ગયેલ હતા અને મોરબી શહેરમાં એક સોસાયટીમાં ઉપર મુજબ એક મકાને સોનુ ચમકાવવાના બહાના હેઠળ એક બહેનને વિશ્વાસમાં લઇ તેની પાસેથી સોનાની બંગડી નંગ-૪ની ચોરી કરેલ હતી જે બંગડીઓ અમદાવાદ ઉપરોકત સોનીને રૂ.૬૦,૦૦૦/માં વેચેલ હતી.

ત્રણેક વર્ષ પહેલા શંકર મોતીલાલ શાહ તથા અશોક બંને જણા જેતપુર નજીક આવેલ એક ગામમાં ગયેલ હતાં ત્યાં એક ઘરે ગયેલ અને હાજર બહેનને વિશ્વાસમાં લઇ તેની પાસેથી ઉપર મુજબ એક સોનાનો ચેન તથા એક સોનાના બુટીયાની ચમકાવવાના બહાને ચોરી કરી લીધેલ હતી. જે ચેન તથા બુટીયા અમદાવાદ ઉપરોકત સોનીને ત્યાં રૂ. રપ,૦૦૦/માં વેચેલ છે.

સાત આઠ મહીના પહેલા શંકર મોતીલાલ શાહ તથા અશોક બંને ગાંધીધામ શંકરની મોટર સાયકલ ઉપર ગયેલ હતાં અને ત્યાં ઝુપડપટ્ટીમાં એક એમ.પી. વાળા બહેન પાસેથી ઉપર મુજબ સોનુ ચમકાવવાના બહાના હેઠળ એક જોડી સોનાના બુટીયાની ચોરી કરેલ હતી. જે સોનાના બુટીયા અમદાવાદ ઉપરોકત સોનીને ત્યાં ૬૦૦૦/-રૂપિયામાં વેચેલ હતા.

દિવસ પહેલા શંકર મોતીલાલ શાહ તથા ગોવિંદ શિવન શાહ બંને જણા ગોવિંદની મો.સા. જીજે-૦૧-ઇવાય-૪૧રરનું લઇને રાજકોટ ગયેલ હતાં અને રાજકોટથી જામનગર જતા હાઇવે ઉપર એક મકાને ગયેલ હતાં ત્યાં એક બહેને સોનાનો ચેન ચમકાવવા માટે આપતા આ ચેન ચમકાવવાના બહાને આ બહેનની નજર ચુકવી ચોરી કરી નડીયાદ જતા રહેલ હતાં અને આ સોનાનો ચેન અમદાવાદ ઉપરોકત સોનીને રૂ. ર૦,૦૦૦/-માં વેચેલ હતો.

શંકર મોતીલાલ શાહ તથા ગોવિંદ શિવન શાહ બંને જણા જુનાગઢથી સીધા જામખંભાળીયા ગયેલ ત્યાં એક મકાને બે બહેનો હાજર હતાં તેમને વિશ્વાસમાં લઇ સોનાના દાગીના ચમકાવી આપવાના બહાને તેમની પાસેથી સોનાની બંગડી નંગ-ર નજર ચૂકવી ચોરી કરી લીધેલ. જે બંને બંગડીઓ અમદાવાદ ઉપરોકત સોનીને વેચેલ છે જે બંગડી તથા જુનાગઢથી ચોરેલ બંને બંગડીઓ તથા સોનાના ચેનના કુલ રૂ. ૭૦,૦૦૦/- સોનીએ આપેલ છે જે અંગે જામનગર જિલ્લા સીટી સી-ડીવીઝનમાં ગુન્હો દાખલ કર્યો હતો.

આરોપી લોકોને વિશ્વાસમાં લઇ સોના ચાંદીના દાગીના ચમકાવી દેવાના બહાને નજર ચૂકવી સોનાના તથા ચાંદીના દાગીના લઇ જતા હતાં.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના ઇન્ચા. પો.ઇન્સ. આર.કે. ગોહીલ તથા એ.એસ.આઇ. એસ.એચ. ગઢવી, તથા પો.હે.કો. બી.કે. સોનારા, એચ.વી. પરમાર, વી.એન. બડવા તથા પો.કો. ઇન્દ્રજીતસિંહ ઝાલા, સાહીલ સમા, યશપાલસિંહ જાડેજા, દિવ્યેશભાઇ ડાભી, જીતેષ મારૂ, પ્રવિણભાઇ બાબરીયા, ડાયાભાઇ કરમટા, કનકસિંહ ગોહિલ તથા રાજેશ્રીબેન દિવરાણીયા તથા પો.અધિ. પ્રોહી-જુગાર સ્કવોર્ડના ધર્મેશભાઇ વાઢેળ વિગેરે પો.સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(4:08 pm IST)