Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે ગુજરાત પ્રદેશ યુવા ભાજપના નવનિયુક્ત પ્રમુખનું અદકેરું સન્માન

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગઇકાલે ગુજરાત પ્રદેશ યુવા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ ઉપપ્રમુખ હર્ષ પટેલ અને પ્રદેશ મંત્રી જય શાહ આવ્યા હતા આ તકે યુવાનો માટે આઈકોન એવ સ્વામી વિવેકાનંદની પ્રતિમા આપીને ગુજરાત પ્રદેશ યુવા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટનું સ્વાગત કરીને અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું

 આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જીલ્લા યુવા ભાજપના નવનિયુક્ત પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, તપનભાઈ દવે, મોરબી જીલ્લા ભાજપના યુવા આગેવાન જીજ્ઞેશભાઈ કૈલા, મોરબી જિલ્લા યુવા ભાજપ પૂર્વ પ્રમુખ રવિભાઈ સનાવડા, મોરબી જિલ્લા ભાજપના માજી મહામંત્રી હિરેનભાઇ પારેખ, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(11:02 pm IST)