Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

મોરબી શહેર ભાજપ મંત્રી તરીકે એડવોકેટ-નોટરી જીતુભાઈ પટેલની નિમણુક

મોરબી શહેર ભાજપ મંત્રી તરીકે એડવોકેટ-નોટરી જીતુભાઈ પટેલની નિમણુક  કરાઈ છે, જીતુભાઈ પટેલની મોરબી શહેરમાં છેલ્લા 25 વર્ષથી ભાજપ સંગઠનમાં અનેક જવાબદારી નિભાવી રહ્યાં છે ત્યારે ફરી મોરબી શહેરના મંત્રીની જવાબદારી તરીકે નિમણુક થઈ છે
  જીતુભાઈ મોરબી શહેર તેમજ જિલ્લામાં એક ધારાશાસ્ત્રી તરીકે તેમજ મોરબી ચેમ્બર ઓફ કોમર્સમાં એક કારોબારી સભ્ય તેમજ સમાજ આગેવાન તરીકે ફરજ બજાવી રહ્યાં છે તેમજ જીતુભાઈ એક એક નાનામાં નાના કાર્યકર્તા તેમજ કોઈ પણ વ્યક્તિ સરળતાથી મળી સકે તેવા સહજ સ્વભાવ ધરાવતા હોય જેઓ સંગઠન ક્ષેત્રે ૨૫ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે ત્યારે જીતુભાઈ પટેલની વરણીને ઠેર ઠેર આવકારી આગેવાનો અભિનંદન પાઠવી રહ્યા છે

(7:39 pm IST)