Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં આજે તંત્રનું મેગા ડીમોલેશન : કરોડોની કિંમતી જમીન ખુલી કરાશે

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૫: દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી અસામાજિક તત્વો દ્વારા તેમજ અન્ય લોકો દ્વારા મોટા પાયે સરકારી જમીન ઉપર દબાણ કરી કબજો જમાવી લેતા આ બાબતે તંત્ર દ્વારા આજે બપોર બાદ મોટા પાયે ડીમોલેશન હાથ ધરવામાં આવશે કેમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે ડીમોલેશન પૂર્વે તંત્ર દ્વારા દબાણકર્તાઓને નોટિસો પણ પાઠવી દેવામાં આવી હતી એમ છતાં દબાણ દૂર ના કરતા સ્થાનિક તેમજ જિલ્લાના તંત્ર દ્વારા પોલીસને સાથે રાખી ન મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવશે આ ડીમોલેશન બાદ કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી થશે તેમ સૂત્રોની વિગતમાંથી સાંભળાઇ રહ્યું છે ડીમોલેશન પ્રક્રિયાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે બપોર બાદ ડીમોલેશન હાથ ધરવામાં આવશે.

(1:19 pm IST)