Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

લોકડાઉનમાં મજૂરી કામ મળતુ ન હોય, નાણાની જરૂરીયાતના લીધે ડુંગરપુરના મજુરના ઘરમાં જ હાથફેરો કરી લીધો

જૂનાગઢ,તા.૫ : ડુંગરપુર ગામે રહેતા મજુરી કામ કરતા મનસુખભાઈ મકવાણા  ના ઘરે  ૨૧.૦૫.૨૦૨૧ થી તા. ૦૧.૦૬.૨૦૨૧  તેઓના બંધ મકાનના તાળુ ખોલી કબાટ તથા તિજોરીમાંથી સોનાના દાગીના તથા  રોકડ રકમ રૂ. ૨૨૦/- મળી કુલ રૂ.૮૨૨૨૦ ની ચોરી થતા, તા. ૦૧ ૦૬.૨૦૨૧ ના રોજ ફરિયાદી મનસુખભાઈ  મકવાણા રહે. ડુંગરપુર ખાખરીયા પરા  વિસ્તાર તા.જૂનાગઢ દ્વારા જુનાગઢ તાલુકા  પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા, પો.સ.ઈ. પી.વી.ધોકડીયા  દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા  પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી.વી.ધોકડીયા તથા પો.હેડ.કોન્સ. ભદ્રેશભાઈ રવૈયા, કે.ડી.રાઠોડ, નરેન્દ્રભાઈ બાલસ, માનસીંગભાઈ દેવદાનભાઈ, કરણભાઈ વાળા, જેતાભાઈ દિવરાણીયા સહિતની તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાતમી આધારે આરોપી ઘેલાભાઈ પ્રેમજીભાઈ મકવાણા રહે. ડુંગરપુર તા.જી. જૂનાગઢને પકડી પાડી પૂછપરછ કરવામાં આવતા,   પોતે આ ઘરફોડ ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવતા, ધરપકડ કરવામાં આવેલ હતી.

પોતે આ ચોરીનો માલ પોતાના ઘર પાસે પડતર બંધ મકાનમા સંતાડેલાનુ જણાવતા, આરોપીને સાથે રાખી, ચોરીમા ગયેલ મુદામાલ કબ્જે કરી સોની પાસે ચેક કરાવી, ફરીયાદિને બતાવતા, ફરીયાદિનો ચોરીમા ગયેલ તે જ મુદામાલ હોવાનુ ઓળખી બતાવતા,  કુલ રોકડ સોના ચાંદીના દાગીના મળી, કુલ આશરે રૂ. ૮૨,૨૨૦/-નો મુદામાલ કબર્જેં કરવામાં આવેલ. પકડાયેલા આરોપી ઘેલાભાઈ પ્રેમજીભાઈ મકવાણાની પૂછપરછ કરવામાં આવતા, હાલમાં લોકડાઉન દરમિયાન મજૂરી મળતી ના હોય, રૂપિયાની જરૂરિયાત હોઈ, ફરિયાદીના ઘરના દિવસ દરમિયાન મજૂરી કામે અલગ અલગ જગ્યાએ જતાં હોઈ, મકાનની ચાવી જ્યાં રાખતા હતા તે પોતે જાણતો હોય, ફરિયાદીના બધા ઘરના સભ્યો મકાન બંધ કરીને મજૂરી કામે જતા રહેતા, ચાવીથી મકાન ખોલી, રોકડ તથા ઘરેણાંની ચોરી કરેલાંની કબૂલાત કરવામાં આવેલ હતી.

જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા ર્ંડુંગરપુર ગામના મજૂરી કામ કરતા સામન્ય માણસ એવા ફરિયાદીનો આશરે એકાદ લાખનો મુદ્દામાલ પકડી પાડી, કબજે કરવામાં આવતા, મજૂરીકામ કરતા ફરિયાદી તથા તેના કુટુંબીજનો ભાવ વિભોર થઇ ગયેલ હતા અને પોતાના ચોરીમા ગયેલ દાગીના જોઈ, રાજી થઈ ગયેલ અને જૂનાગઢ પોલીસ નો આભાર વ્યકત કરેલ હતો.

(1:17 pm IST)