Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ધોરાજી પાલિકા અનૂજાતીના દૂકાન ભાડૂતોને ભાડા વધારો કરી નોટીસો

અનૂજાતી વેપારી મંડળ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૫: ધોરાજી નગરપાલિકાના ના તંત્ર વાહકો દ્વારા કોરોના મહામારી ના સમયે લોકો આર્થિક મૂશ્કેલી માં મૂકાયા છે હેરાન પરેશાન થઈ ગયેલ છે ત્યારે નગરપાલિકા ની દૂકાનોના ભાડા માં કમરતોડ ભાડા વધારો કરી ને ભાડા ની મોટી રકમ વસૂલાત કરવા માટે નોટીસો અપાતાં વેપારીઓમાં રોષ વ્યાપી ગયેલ છે વેપારી ઓ દ્વારા કમ્મરતોડ તોતીગ ભાડાં વધારો ધટાડો કરવા લોક માંગ ઉઠી છે ધોરાજી ના અનૂજાતી વેપારી મંડળ દ્વારા નાયબ કલેકટર ને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે.

ધોરાજી અનૂજાતી વેપારી મંડળ ના પ્રમુખ મગનભાઈ વાઠેર સહિતના અગણી ઓ એ નાયબ કલેકટર જી.વી મીયાણી ને લેખીત રજુઆત કરાઈ છે જેમાં જણાવ્યું છે હકીકતે સરકાર દ્વારા અમોને ટોકન ભાડે ફૂટપાથ ઉપર જમીન અપાઈ હતી આ જમીન ઉપર સ્વખચે જાત મહેનત કરી ને દૂકાનો નૂ બાંધકામ કરી ને રોજગારી આથીક રીતે નબળા વેપારી મેળવી રહ્યા છે નગરપાલિકા ને અવાર નવાર ભાડૂ ભરવા તથા ભાડા કરાર રીન્યુ કરવાં ધક્કા ખાવા છતાં તંત્ર વાહકો દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ ન હતી હાલમાં નોટીસો આપી ને માનસીક શારીરીક ત્રાસ અપાઈ રહયોછે નગરપાલિકાની તંત્ર વાહકો દ્વારા વેપારીઓને સાંભળ્યા વગર એકતરફી અન્યાયી કાર્યવાહી સામે વેપારી ઓ એ કમ્મરતોડ તોતીગ ભાડાં વધારો ઘટાડો કરવાની રજૂઆત ઉચ્ચ કક્ષા એ કરાઈ છે ત્યારે તંત્ર વાહકો દ્વારા વેપારીઓને ન્યાય મળે તેવી નક્કર કાર્યવાહીની લોક માંગ ઉઠી છે.

(1:06 pm IST)