Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ધોરાજી નગરપાલિકાના દ્વારા અનૂજાતીના દૂકાન ભાડૂતોને કમરતોડ ભાડા વધારો કરી ભાડૂ વસૂલાત કરવા નોટીસો અપાતાં રોષ :અનૂજાતી વેપારી મંડળ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી નગરપાલિકાનાના તંત્ર વાહકો દ્વારા કોરોના મહામારીના સમયે લોકો આથીક મૂશ્કેલીમાં મૂકાયા છે હેરાન પરેશાન થઈ ગયેલ છે ત્યારે નગરપાલિકા ની દૂકાનોના ભાડામાં કમરતોડ ભાડા વધારો કરીને ભાડાની મોટી રકમ વસૂલાત કરવા માટે નોટીસો અપાતાં વેપારી ઓ માં રોષ યાપી ગયેલ છે વેપારી ઓ દ્વારા કમ્મરતોડ તોતીગ ભાડાં વધારો ધટાડો કરવા લોક માંગ ઉઠી છે ધોરાજીના અનૂજાતી વેપારી મંડળ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે

ધોરાજી અનૂજાતી વેપારી મંડળ ના પ્રમુખ મગનભાઈ વાઠેર સહિતના અગણી ઓ એ નાયબ કલેક્ટર જી.વી મીયાણીને લેખીત રજુઆત કરાઈ છે જેમાં જણાવ્યું છે ધોરાજી નગરપાલિકાના ના તંત્ર વાહકો દ્વારા નોટીસો આપીને મોટી રકમ વસૂલાત કરવા માટે નોટીસો અપાઈ છે હકીકતે સરકાર દ્વારા અમોને ટોકન ભાડે ફૂટપાથ ઉપર જમીન અપાઈ હતી આ જમીન ઉપર સ્વખચે જાત મહેનત કરીને દૂકાનોનૂ બાંધકામ કરી ને રોજગારી આથીક રીતે નબળા વેપારી મેળવી રહ્યા છે નગરપાલિકા ને અવાર નવાર ભાડૂ ભરવા તથા ભાડા કરાર રીન્યુ કરવાં ધક્કા ખાવા છતાં તંત્ર વાહકો દ્વારા કોઈ કાયવાહી કરાઈ ન હતી હાલ માં કોરોના મહામારી ના સમયે નગરપાલિકાની તંત્ર વાહકો દ્વારા કમ્મરતોડ તોતીગ ભાડાં વધારો કરી ને મોટી રકમ વસૂલાત કરવા માટે નોટીસો આપી ને માનસીક શારીરીક ત્રાસ અપાઈ રહયોછે  

  નગરપાલિકાની તંત્ર વાહકો દ્વારા વેપારી ઓ ને સાંભળ્યા વગર એકતરફી અન્યાયી કાયવાહી સામે વેપારી ઓ એ કમ્મરતોડ તોતીગ ભાડાં વધારો ધટાડો કરવા ની રજૂઆત ઉચ્ચ કક્ષા એ કરાઈ છે ત્યારે તંત્ર વાહકો દ્વારા વેપારી ઓ ને ન્યાય મળે તેવી નક્કર કાયવાહી ની લોક માંગ ઉઠી છે. 

(9:48 pm IST)