Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

મોરબી, હળવદ અને ટંકારા ભાજપના હોદેદારોની નિમણુક

મોરબી ગ્રામ્ય પ્રમુખ તરીકે વિશાલ ઘોડાસરા, મોરબી શહેર મહામંત્રી તરીકે જયદીપ હુંબલ અને હળવદ શહેર મહામંત્રી તરીકે તપનભાઇ દવે: મોરબી શહેર પ્રમુખ તરીકે સંગીતાબેન ભીમાણી, મહામંત્રી તરીકે હંસાબેન રંગપરીયા અને મોરબી ગ્રામ્ય મહામંત્રી તરીકે મંજુલાબેન ચૌહાણની નિમણુક

મોરબી : ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ સંગઠન મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોન પ્રદેશ મહામંત્રી સાથે પરામર્શ કરીને મોરબી જીલ્લાના વિવિધ હોદેદારોની નિમણુક કરવામાં આવી છે
નવા હોદેદારોમાં મોરબી ગ્રામ્ય પ્રમુખ તરીકે વિશાલ ઘોડાસરા, મોરબી શહેર મહામંત્રી તરીકે જયદીપ હુંબલ અને હળવદ શહેર મહામંત્રી તરીકે તપનભાઇ દવે તેમજ મોરબી શહેર પ્રમુખ તરીકે સંગીતાબેન ભીમાણી, મહામંત્રી તરીકે હંસાબેન રંગપરીયા અને મોરબી ગ્રામ્ય મહામંત્રી તરીકે મંજુલાબેન ચૌહાણની નિમણુક કરી છે
જયારે ટંકારા ગ્રામ્ય પ્રમુખ અરજણભાઈ મકવાણા, મોરબી ગ્રામ્ય મહામંત્રી તરીકે રવિભાઈ ઘૂમલ અને મોરબી શહેર મહા મંત્રી તરીકે દિનેશભાઈ પરમારની વરણી કરવામાં આવી છે

(9:02 pm IST)