Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

સાંજે રાજકોટ નજીક ત્રમ્બા, વડાળી અને કાળીપાટમાં બે ઇંચ વરસાદ ખાબક્યો :દોઢ કલાકથી વરસાદ ચાલુ

એકધારા વરસાદથી રસ્તાઓમાં પાણીની નદીઓ વહેતી થઇ : વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજકોટ: ભીમ અગિયારસથી મેઘરાજાએ વરસવાનું ચાલુ કરી દીધું છે. રાજકોટ ગ્રામ્યમાં પરમ દિવસે સરધાર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે સાંજે ત્રમ્બામાં 2 ઇચ જેટલો વરસાદ વરસી ગયાનું જાણવા મળે છે.એકધારા વરાળથી રસ્તાઓમાં પાણીની નદીઓ વહેતી થઇ છે ત્રમ્બાથી જી.એન. જાદવના જણાવ્યા મુજબ સાંજે સતત દોઢેક કલાક વરસાદ વરસ્યો હતો. કાળીપાટ અને વડાળીમાં પણ વરસાદ પડ્યો છે.

(9:01 pm IST)