Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

૧૦૮ના અજવાળે પ્રસુતી કરાવાઇઃ લાલપુરના મેમાણા ગામની ઘટના

જામનગરઃ આજના આધુનિક યુગમાં વાડી વિસ્તારમાં અંધારામાં ૧૦૮ની લાઇટે બાળકને જન્મ આપવાની ઘટના પ્રકાશમાં આવી છે.લાલપુર તાલુકાના મેમાણા ગામની વાડી વિસ્તારમાં ગીતાબેન કમલેશભાઈ ભુરીયાનામની ૨૮ વર્ષીય મહિલાને અચાનક જ પેટમાં દુખાવો ઉપડ્યો હતો.અને આ અંગે ૧૦૮ના જાણ કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક રણજીત સાગર રોડ પરથી ૧૦૮ના ટીમ મેમાણા ગામે વાડી વિસ્તારમાં પહોંચી હતી.અને આ સમયે લાઈટ પણ નહોતી.મેમાણા ગામના વાડી વિસ્તારમાં રાત્રીના ઘોર અંધારામાં ૧૦૮ એમ્બ્યુલન્સની લાઇટે EMT વિશાલ ગોહિલે અસહ્ય દુઃખાવો થતા સ્થળ પર જ ડિલિવરી કરાવતા ગીતાબેન નામની પ્રસૂતાની કુખે બાળકનો જન્મ થયો હતો. મોડી રાત્રે જન્મેલા બાળક સાથે પ્રસુતાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં પાયલોટ અનિરુદ્ઘસિંહ ચુડાસમા અને EMTવિશાલ ગોહિલે લાલપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા.(તસવીરોઃકિંજલ કારસરીયા, જામનગર)(

(12:57 pm IST)