Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

અંજાર પોલીસે મેઘપર રેલ્વે ફાટક પાસેથી ૬ જુગારી ઝડપ્યા : મોબાઈલ અને બાઈક સહીત ૧.ર૩ લાખનો મુદ્દામાલ કબ્જે

અંજારના મેઘપર ફાટક પાસે આવેલ રાઘવ રેસિડેન્સીમાં દરોડો

અંજાર : તાલુકાના મેઘપર રેલ્વે ફાટક પાસે આવેલ રાઘવ રેસિડેન્સીમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર ખેલતા ૬ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

  અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મળેલી બાતમી હકિકતને આધારે અંજારના મેઘપર ફાટક પાસે આવેલ રાઘવ રેસિડેન્સીમાં દરોડો પડાયો હતો. જેમાં જયંતિભાઈ પરષોત્તમભાઈ વારૈયા, અમીત ભીમજી પ્રજાપતિ, પ્રવીણભાઈ કેશવલાલ ઓઝા, દીપકભાઈ મોહનલાલ પ્રજાપતિ, હિતેષભાઈ ડાહ્યાભાઈ ઠાકર, જીતેન્દ્ર મલુભાઈ વારૈયાને ઝડપી પડાયા હતા. આરોપીઓના કબ્જામાંથી રોકડ રૂા.ર૩,૩ર૦ તેમજ રૂા.રપ,પ૦૦ના ૬ નંગ મોબાઈલ અને રૂા.૭પ હજારની ૩ બાઈક મળીને કુલ રૂા.૧,ર૩,૮ર૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધીને અંજાર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(12:37 pm IST)