Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ગારીયાધારવાસીઓએ નગરપાલીકાની તીજોરી વેરાની રકમથી છલકાવી દીધી

પાણીવેરો, મિલ્કતવેરો, લાયસન્સની ફી પેટે રૂ.૮ લાખ ભર્યા

ગારીયાધાર તા.પઃ ગારીયાધાર નગરપાલીકા કચેરી ખાતે લોકડાઉન દરમિયાન ગારીયાધાર શહેરમાં વેપારીઓને દબાણ આવતા શોપ એકટના દાયરામાં ગારીયાધાર નગરપાલીકામાં ૪૦૦ જેટલા લાઇસન્સો નવા નિકળતા નગરપાલીકા કચેરી ખાતે ૮ લાખ જેટલી નવીઆવક થવા પામી હતી.

ગારીયાધાર નગરપાલીકા ખાતે આ લોકડાઉન દરમિયાન શહેરના ૪૦૦ જેટલા વેપારી દ્વારા ૭પ૧૦૦ શોપ એકટ લાઇસન્સો માટે ભરણું ભરાયું હતું જેમના દ્વારા ૪૧૮૦૬૦નો કરવેરો પણ ભરવામાં આવ્યો હતો. જયારે કેટલાક દુકાનદારોનો લાંબા સમયથી મિલકત વેરો પણ પડતર હોવાથી મિલકત વેરા પેટે નગરપાલીકા કચેરી ખાતે ૩,૦૩,૦૦૦નું મિલ્કત વેરો ચુકવાયો હતો. સમગ્ર લોકડાઉન દરમિયાન નગરપાલીકા ખાતે ૮ લાખ જેવો વેરા વસુલાત થવા પામી હતી.

(11:33 am IST)