Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

કોડીનારમાં કપાયેલા વાળનો ઢગલો જાહેરમાં ફેકનાર વાળંદને નગરપાલિકાએ દંડ ફટાર્યો

કોડીનાર તા. પ :.. ચેપી કોરોના મહામારી વચ્ચે ગ્રાહકોના કપાયેલા વાળનો ઢગલો જાહેરમાં નાખનારા વાળંદને કોડીનાર નગરપાલિકાએ દંડ ફટકારી અન્ય દુકાનદારોને પણ સ્વચ્છતા જાળવવા અન્યથા કડક કાર્યવાહી માટે તૈયાર રહેવાનું પાલિકા તંત્ર દ્વારા સંદેશો આપવામાં આવ્યો છે.

આઝાદ ચોકમાં રાજ ફેમીલી શોપની બાાજુમાં આવેલ આવકાર હેર કટીંગ સલૂન નામની દુકાનદારે ગ્રાહકોના કપાયલા વાળનો ઢગલો જાહેરમાં નાંખતા અને આ અંગે નગરપાલિકામાં જાણ થતાં ચીફ ઓફીસર વી. ડી. પુજારાએ તપાસ કરી દુકાનદારને રૂ. પ૦૦ નો દંડ ફટકારી સ્વચ્છતા જાળવવા કડક ચેતવણી આપી હતી.

(11:32 am IST)