Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ખંભાળીયાના સલાયા ગામે દુબઇ, ઇરાનથી આવેલા પેસેન્જરોને વહાણમાં જ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા

કોરોનાની બિમારી સલાયા ગામમાં ન પ્રવેશે તે માટે તકેદારીના પગલા લેવાયા. : ગામના લોકો અભણ હોવા છતાં લોકડાઉનનો પૂરેપૂરો અમલ કર્યો.

દેવભૂમિ દ્વારકા,તા.૫:ખંભાળીયા તાલુકાના સલાયા ગામના સુની મુસ્લીમ જમાતના પ્રમુખશ્રી જુનશભાઇએ જણાવ્યું હતુ કે, આ કોરોનાની બિમારી આપણી નથી પણ ચીનની છે. આપણે તેને ઇન્ડિયામાં આવવા દેવી નથી અમને સરકારમાંથી ગાંધીનગરથી ફોન આવતા હતા કે તમારા સલાયા ગામમાં ધંધાને કારણે વિદેશથી વહાણોમાં ઘણાં બધા ખલાસીઓ, પેસેન્જરો આવતા હોય છે. તો ગામમાં આ બિમારી પ્રવેશે નહિ તેની કાળજી રાખવાની છે.

મારા બે દિકરા અને ભાઇ પણ છેલ્લા ત્રણ મહિનાથી વિદેશમાં ગયા બાદ પરત ફરતા મે તેનું ત્રણ મહિનાથી મોઢું જોયું ન હોવા છતા ચૌદ દિવસ સુધી દરિયામાં વહાણમાંજ કવોરોન્ટાઇન કર્યા હતા. સલાયામાં વહાણ દ્વારા ૧૦૦૦ થી પણ વધુ પેસેન્જરો આવેલ હતા પરંતુ તે બધાને ૧૪ દિવસ સુધી ગામમાં પ્રવેશ આપ્યો ન હતો. અને વાહાણમાં આવેલા બધા પેસેન્જરોએ પણ અમને પુરે પુરો સહકાર આપ્યો હતો. અને વહાણમાં જ ચૌદ દિવસ સુધી કવોરોન્ટઇન થયેલ હતા.

        કલેકટરનું અમોને સતત માર્ગદર્શન મળેલ છે અને સરકારની ગાઇડલાઇન મુજબ તેમજ આરોગ્યની ટીમ દ્વારા અમોને જે જે સૂચના આપવામાં આવી હતી તેનો આખા ગામે અમલ કર્યો છે. ગામના લોકો અભણ હોવા છતા અમારા ગામમાં લોકડાઉનનો પુરે પુરો અમલ થયો છે. અને કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ હાલ ગામમાં નથી. કલેકટર , પોલીસ તથા આરોગ્યની ટીમનો અમે ખૂબ આભાર માનીયે છીએ.

(11:30 am IST)