Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

ચોટીલાના મોટી મોલડીમાં દારૂડીયાઓએ દલિત પ્રૌઢ અને પુત્રવધૂ પર હુમલો કર્યો

ગીગાભાઇ બથવારને લાફા માર્યા, જમનાબેને પાણા-લાકડીથી ઘાયલ કર્યા

રાજકોટ તા. ૫: ચોટીલાના મોટી મોલડી ગામે ઘર પાસે દારૂ પી ગાળો બોલતાં શખ્સોને દલિત પ્રૌઢે દૂર જવાનું કહેતાં તેને આ બંનેએ લાફા મારી લેતાં પુત્રવધૂ છોડાવવા વચ્ચે આવતાં તેના પર પથ્થરમારો કરી ઇજા પહોંચાડાતાં ફરિયાદ થઇ છે. મોટી મોલડીમાં રહેતાં ગીગાભાઇ ગોવાભાઇ બથવાર (ઉ.૫૫) સાંજે ઘરે હતાં ત્યારે શૈલેષ કોળીનો છોકરો અને પવાનો છોકરો દારૂ પી ગાળો બોલતાં હોઇ તેને દૂર જવાનું કહેતાં બંનેએ ગીગાભાઇને લાફા મારી દઇ ઝઘડો કરતાં તેના પુત્રવધૂ જમના મુકેશ બથવાર (ઉ.૩૦) સમજાવવા આવતાં બંનેએ તેની સાથે પણ ઝઘડો કરી માથે પાણો મારી દેતાં અને પેટમાં ધોકો ફટકારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ ચોટીલા પોલીસને જાણ કરી હતી.

(3:43 pm IST)
  • તાલાલા સાસણ રોડ પર જંગલ વિસ્તારમાં આગ ભભૂકી :મુખ્યમાર્ગની નજીકમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું :છેલ્લી 20 મિનિટથી આગ ચાલુ છત્તા તંત્ર અજાણ હોવાનું જાણવા મળે છે સત્તાવાર સમર્થન અને વધુ વિગત મેળવાઈ રહી છે access_time 12:50 am IST

  • બીટકોઈન તોડકાંડ :જીજ્ઞેશ મોરડીયા પાસેથી વધુ 30 લાખ રોકડ રિકવર કરવામાં આવ્યા :કુલ 503 બીટકોઈનને રોકડમાં ફેરવી નાખી હતી અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 5 કરોડ રિકવર કર્યા :ત્રણેય આરોપીની પૂછપરછ ચાલુ access_time 12:36 am IST

  • પેટ્રોલ ડીઝલમાં સતત આઠમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલમાં લિટરે 9 પૈસા અને ડીઝલમાં 6 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,99 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,94 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 12:09 am IST