Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

પોસ્ટલ કર્મચારીઓની હડતાલે રેકર્ડ સજર્યો : આજે ૧પમાં દિવસમાં પરીણામી : ગામડાની પોસ્ટ ઓફીસો સૂમસામ...

લાયસન્સ-આરસી બૂક- પાસપોર્ટ- કોલલેટર- પાર્સલ- ટપાલોના ગંજ ખડકાયા : ૧૯૯૯માં હડતાલ ૧૩ દિ' ચાલી'તી

રાજકોટ, તા. પ : રાજકોટ જીલ્લાના ૪૦૦ સહિત દેશભરના ૩ લાખ ગ્રામીણ ડાક કર્મચારીઓ તા. રર થી હડતાલ ઉપર ઉતરી ગયા છે, આજે રેકર્ડ બ્રેક ૧પમાં દિવસમાં પરીણામી છે.

યુનિયન આગેવાનોએ ઉમેર્યુ હતું કે, રાજકોટ સહિત રાજયભરમાં ધરણા-સૂત્રોચ્ચાર બાદ દિલ્હીમાં જંગી રેલી-સુત્રોચ્ચાર-દેખાવો- આવેદન અપાયા, પરંતુ હજુ કોઇ નિવેડો આવ્યો નથી, ૧૯૯૯માં પોસ્ટલ હડતાલ ૧૩ દિ' ચાલી હતી, ત્યારે પણ ભાજપની સરકાર હતી, આજે ૧પમાં દિવસમાં પરીણામી આજે પણ ભાજપની સરકાર છે, કર્મચારીઓમાં પણ હવે સરકાર સામે પ્રચંડ રોષ છે, જેના પડઘા આગામી લોકસભા ચૂંટણીમાં પડશે.

હડતાલને કારણે તમામ ગ્રામીણ પોસ્ટ ઓફીસમાં લાયસન્સ આરસી બુક, પાસપોર્ટ, ઇન્ટરવ્યું કોલ લેટર તેમજ અન્ય મહત્વના દસ્તાવેજોના ગંજ ભડકાઇ રહ્યા છે. સામાન્ય રીતે ૭ દિવસમાં પોસ્ટની ટપાલ-પાર્સલ જે તે સ્થળે મોકલી દેવાના હોય છે, પરંતુ આજે ૧પદિ'એ પણ સરનામે પહોંચ્યા નથી, લોકોમાં પ્રચંડ રોષ છે.

(11:42 am IST)