Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

આજે વિશ્વ પર્યાવરણ દિવસ

કૃષિ, ઉદ્યોગ સહિતનાં ક્ષેત્રે ઉચ્ચતમ શિખરો સર કરવા પ્રાકૃતિક સંપદાનું કરીએ સંરક્ષણ સંવર્ધન

 ૧૯૭૨માં પમી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ઘ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે જાહેરનામુ બહાર પાડયું. આના ભાગરૂપે સંયુકત રાષ્ટ્રસંધ દ્વારા તા. ૫મી જૂનના દિવસને ''વિશ્વ પર્યાવરણ દિન'' તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું. જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે - લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી  દર વર્ષ તા. ૫મી જૂને ''વિશ્વ પર્યાવરણ દિન'' ની ઊજવણી કરવામાં આવે છે. આમ જોવા જઇએ તો વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ઇસુના પહેલાં ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં - વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને તેના રક્ષણ માટેના નિયમો પણ એના સમયમાં બન્યા. જે આજે શિલાલેખમાં જોવા મળે છે.  સંયુકત રાષ્ટ્રસંધે વર્ષ ૨૦૧૨માં પર્યાવરણ દિને વિષયની પસંદગી કરી સુત્ર હરિત અર્થતંત્ર'. સુત્ર આપ્યુ હતુ તેનો અર્થ વ્યવસ્થા જેના ફલ સ્વરૂપે સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ધટાડો થાય. પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ઘ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટીની જાળવણી, પશુધનને યોગ્ય માત્રામાં ધાસચારો, ઉદ્યોગોને પૂરતો લાકડાનો જથ્થો, રોજગારીની ઉપલબ્ધિ, પ્રાકૃતિક તત્વોની જાળવણી કરી શકાય. આપણા પર્યાવરણમાં થતાં હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકશાન થતું અટકાવવું જેવી બાબતોને આવરી લે તેવો હતો.

ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં બદલાવ જેવી પ્રવર્તમાન પર્યાવરણીય સમસ્યાઓથી બચવા માટે કુદરતી સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ કરી બિનપરંપરાગત ઊર્જાના સાધનોનો ઉપયોગ કરવો જરૂરી બનશે. કુદરતી રીતે આટલો મોટો વિશાળ દરિયાકાંઠો ધરાવતું રાજય હોઇ આપણે પવન ઊર્જાનો ઉપયોગ કરી, પવનચક્કી દ્વારા વીજ ઉત્પાદન કરી વાતાવરણમાં કોલસા કે અણુથી ઉત્પાદન થતી ઊર્જા દ્વારા ફેલાતું પ્રદૂષણ રોકીને વિશ્વને પર્યાવરણીય સમસ્યાઓથી બચાવી શકીશું. તધ્ઉપરાંત કર્કવૃત્ત આપણા રાજયમાંથી પસાર થતું હોઇ સૌર ઊર્જા વિપુલ માત્રામાં પ્રાપ્ત થઇ શકે તેમ છે. આ સૌર ઊર્જાના મોટામાં મોટા સ્ત્રોતનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશ દ્વારા વિજળી પ્રાપ્ત કરવાના લક્ષને આપણે પ્રાથમિકતા આપી છે. વિશ્વની સૌથી પ્રથમ સોલર સીટી પાટણ જિલ્લાના ચારણકા ખાતે પ્રસ્થાપિત કરવાની શરૂઆત કરી ગુજરાત સોલર એનર્જી હબ બનવાની દિશામાં અગ્રેસર રહ્યુ છે. પ્રદૂષણ મુકત ઊર્જા મેળવવા માટે સંકલ્પબદ્ઘ થયા છીએ. ત્યારે વધારેમાં વધારે પ્રયત્નો કરી વિશ્વમાં ગુજરાત નંબર-૧ બને તે દિશામાં આ એક મહત્વનું પગલું ગણી શકાય. લાકડાનો બાંધકામ અને ફર્નીચર વગેરે કામોમાં વધારેમાં વધારે ઉપયોગ કરી વાતાવરણમાંના કાર્બનને સીલ કરવામાં આવશે તો હવામાનમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ નિયંત્રિત કરવામાં ઉપયોગી થશે. આ માટે ''વધુ વૃક્ષો વાવો''ની ઝૂંબેશ અતિ અનિવાર્ય છે. ગ્રીન હાઉસ ઇફેકટ, ગ્લોબલ વોર્મિંગ, કલાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. ''વિશ્વ પર્યાવરણ દિવસે'' સહુ સંકલ્પ લઈએ અને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી આપણા જીવનને ટકાઉ બનાવીશું.      

વિશ્વમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. મોટા ભાગની સિઝનો બદલાઈ ગઈ છે. ઠંડી લાંબા સમય સુધી ચાલે છે તો ભર ઉનાળામાં વરસાદ પણ પડી જાય છે. સમગ્ર વિશ્વ હાલ ગ્લોબલ વોર્મિંગના ભરડામાં ફસાઈ ગયું છે. આ સમયે જરૂર છે વધુને વધુ વૃક્ષો વાવવાની અને શકય હોય ત્યાં સુધી પ્રદુષણ અટકાવવાની. આપણે વિવિદ્ય ઘણા પ્રયત્નો કરીને વિશ્વમાંથી પ્રદુષણ અટકાવી શકીએ છીએ જયારે ગ્લોબલ વોર્મિંગ પણ ઘટાડવાના દ્યણા ઉપાયો છે અને તેના માટે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી માત્ર મગજ દોડાવવાની જ જરૂર છે. શકય હોય ત્યારે કાર અથવા બાઇકના બદલે પગપાળા અથવા સાઇકલનો ઉપયોગ કરવો, ઇલેકટ્રોનિક વસ્તુઓ સ્ટેન્ડબાય મોડની બદલે અનપ્લગ કરી દો,  કચરો જયાં-ત્યાં નાંખવો નહીં, સપ્તાહમાં કેટલાક દિવસ શાવરના બદલે ડોલમાં પાણી લઇને સ્નાન કરો, દાંતણ અથવા દાઢી કરતી વખતે નળ ખુલ્લો ન રાખવો. તેના બદલે ડોલ અથવા ટબમાં પાણી ભરી રાખો,  આપણા ઘરની જુની અને બિનઉપયોગી ચીજ-વસ્તુઓમાંથી 'બર્ડ હાઉસ' બનાવો. તેનાથી પક્ષીઓને સહારો મળશેઙ્ગ, જુની થઇ ગયેલી વસ્તુઓને રીસાઇકલ માટે આપો. આપણે જે ચીજોને ઉપયોગ કરીએ છીએ. તેમાંથી ૯૦ ટકા ચીજ-વસ્તુઓ રીસાઇકલ થઇ શકે છે, બજાર જાવ ત્યારે આપણા ઘરેથી કાપડની થેલી લઇ જાવ. જેથી પ્લાસ્ટિકની થેલીની જરૂર ન પડે, શાળા-કોલેજે જવા માટે શકય હોય તો બસનો ઉપયોગ કરીએ, એક છોડ વાવો, કારણ કે વૃક્ષ આપણા  માટે ઓકિસજનનું ઉત્પાદન, પાણીનું રિસાઈકલિંગ કરે છે.

સંકલન : અશ્વિન પટેલ માહિતી બ્યુરો, જૂનાગઢ

(11:28 am IST)
  • સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ-અસદ ઉત્તર કોરિયાની મુલાકાત લેશે :વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત કિમ જોંગ-ઉને કોઈ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું સ્વાગત કરશે:વર્ષ 1966માં સીરિયા સાથે ઉત્તર કોરિયાએ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા: ઉત્તર કોરિયાએ 1973ના આરબ-ઇઝરાયલ યુદ્ધમાં સેના અને હથિયાર બન્ને મોકલ્યા હતા access_time 1:26 am IST

  • સુનંદા પુષ્કર હત્યાકાંતઃ શશી થરૂર પર ચાલશે કેસઃ ૭ જૂલાઇએ આરોપી તરીકે કોર્ટમાં હાજર રહેશે access_time 3:22 pm IST

  • પેટ્રોલ ડીઝલમાં સતત આઠમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલમાં લિટરે 9 પૈસા અને ડીઝલમાં 6 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,99 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,94 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 12:09 am IST