Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

પૂનમબહેન માડમે ધ્રોલ આરોગ્ય કેન્દ્ર તથા ઉમા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી

જામનગર, તા.૫: પુનમબહેન માડમે ધ્રોલ ખાતેના સરકારી આરોગ્ય કેન્દ્ર તથા ઉમા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ હોસ્પિટલની કોવિડ અંગેની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સાંસદશ્રીએ હોસ્પિટલના ડોકટરો તથા સ્ટાફ સાથે દાખલ દર્દીઓની સંખ્યા, બેડની સંખ્યા, કેન્દ્રમાં ઓકસીજનની ઉપલબ્ધતા, બાયપેપ સહિતના મશીનોની વ્યવસ્થા, દર્દીઓનો રિકવરી રેટ, આવશ્યક દવાઓની સુવિધા વગેરે બાબતે ચર્ચા કરી હતી.સાંસદ શ્રીએ શહેરોમાં સિવિલ હોસ્પિટલ પરનું ભારણ ઘટે તેમજ લોકોને સ્થાનિક સ્તરે જ કોવિડ સારવાર ઉપલબ્ધ થાય તે હેતુથી ગ્રામીણ ક્ષેત્રે સી.એચ.સી.તથા પી.એચ.સી ને વધુ સક્ષમ બનાવવા તથા લોકોમાં વેકસીન તથા ટેસ્ટ અંગે જાગૃતિ વધે તે માટે ખાસ જાગૃતિ અભિયાન શરૂ કરવાની તાકીદ કરી હતી.તેમજ ગ્રામજનો, હોસ્પિટલ સ્ટાફ તથા સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવેલ સૂચનો તથા રજૂઆતો સાંસદશ્રીએ સાંભળી હતી અને તે અંગે સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ તકે જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, ધ્રોલ તાલુકા પ્રમુખ નવલભાઈ મૂંગરા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયત સદસ્ય  લખધીરસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ પોલુભા જાડેજા, ધ્રોલ શહેર પ્રમુખ મગનભાઈ ભોજાણી, ધ્રોલ નગરપાલિકા પ્રમુખ મનસુખભાઈ પરમાર, તાલુકા મહામંત્રી  જયંતીભાઈ કાગથરા, શહેર મહામંત્રી હિરેન કોટેચા, જિલ્લા આરોગ્ય અધિકારી બી.પી.મણવર સહિતના આગેવાનો, ગ્રામજનો તથા આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.                                  

(12:50 pm IST)
  • કર્ણાટકમાં કોરોના કેસનો આંક પ્રથમ વખત ૫૦ હજારને વળોટી ગયો કર્ણાટકમાં પ્રથમ વખત ૫૦ હજાર ઉપર નવા કેસ નોંધાયા, ૨૬૮૪૧ સાજા થયા અને છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૬ મૃત્યુ થયા છે. access_time 9:34 pm IST

  • મમતા બેનર્જીએ પ. બંગાળના પોલીસવડા તરીકે આઈપીએસ શ્રી સમીમ અને વિરેન્દ્રને ફરીથી નિયુકત કર્યા છે. access_time 6:33 pm IST

  • ઉત્તર પ્રદેશમાં લોકડાઉન લંબાવાયુઃ સોમવારે સવારના ૭ વાગ્યા સુધી રહેશે પ્રતિબંધ : સીએમ યોગીની આજની બેઠકમાં આ લોકડાઉન સામવારે સવારે ૭ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે access_time 3:46 pm IST