Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

આજે સાંજે વિજયભાઈ રૂપાણી રિલાયન્સ કોવિડ હોસ્પિટલ- જામનગરનું ગાંધીનગરથી ઈ-ઉદઘાટન કરશે

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર  : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે સાંજે ૫.૧૫ કલાકે જામનગર ખાતેની  રિલાયન્સ કોવિડ હોસ્પિટલનું ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવશે.

આ પ્રસંગે જામનગર ખાતે કૃષિ મંત્રી શ્રી આર. સી. ફળદુ, રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, જામનગરના મેયરશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, રીલાયન્સ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

(2:51 pm IST)
  • ગોવામાં કોરોના પોઝિટિવિટી રેટ, દેશભરમાં સૌથી વધુ 51.67% છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 7:40 pm IST

  • ઉત્તર પ્રદેશમાં લોકડાઉન લંબાવાયુઃ સોમવારે સવારના ૭ વાગ્યા સુધી રહેશે પ્રતિબંધ : સીએમ યોગીની આજની બેઠકમાં આ લોકડાઉન સામવારે સવારે ૭ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે access_time 3:46 pm IST

  • દક્ષિણના રાજ્યોમાં આજે પ્રિમોન્સુન વરસાદ પડવાની સંભાવના આજે કર્ણાટક, દક્ષિણ કોંકણ અને કેરળમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે, બેંગલુરુ, મૈસુરૂ, મદુરાઈ અને સાલેમ નજીક પણ વરસાદ પડવાની સંભાવના જાણીતા વેધર વોચર કેન્નીએ તેમના ટ્વિટર હેન્ડલ પર દર્શાવી છે access_time 10:53 am IST