Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

જામનગરમાં વધુ એક પોઝિટીવ કેસ : મુંબઈથી આવેલ પ્રૌઢનો રિપોર્ટ પોઝિટીવ

મુંબઈથી આવેલ 54 વર્ષીય પુરુષ સિંગાપુરની શીપમાં જવાના હતા : કોવીડ ટેસ્ટ કરાવતા પોઝિટિવ

જામનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે લાખા બાવળ નિજીકની હોટેલ સેવન સિઝર્સમાં ક્વોરન્ટાઇન હતા મુંબઈથી આવેલ 54 વર્ષીય પુરુષ લાખા બાવળ નજીક સેવન સીઝન હોટલમાં ક્વોરેન્ટાઇન થયા હતા તેઓ મુંબઈના નિવાસી છે તે ૩ તારીખે જામનગર આવેલ હતા. સિંગાપુરની એક શીપમાં  તેઓ જવાના હોય, શિપ પર જતા પહેલા કોવિડનો ટેસ્ટ કરવો ફરજીયાત હોય તેમનો ટેસ્ટ કરાવતા ટેસ્ટ પોઝિટિવ આવેલ છે. તેમને હવે આઈસોલેશનમાં લઈ લેવાયા છે.

(8:27 pm IST)