Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

ગોંડલમાં વીજ તંત્રના પાપે ગરીબોના ઝુંપડામાં વીજ પાવર દોહ્યલો

ગોંડલઃ લોકડાઉન સાથે ગરમીના આ કપરા સમયમાં પાવર સપ્લાય વગર પાંચ મિનિટ વિતાવી પણ મુશ્કેલ બનતી હોય છે. ત્યારે ઉમવાડા ચોકડી પાસે રમાનાથ ધામ મંદિરની બાજુમાં રહેતા ગરીબ પરિવારોનો વીજ સપ્લાય કલાકોથી બંધ હોય અનેક ફરિયાદો કરવા છતાં પણ અધિકારીઓ ગાંઠતા ન હોય પાલિકાના શાસક પક્ષના નેતા એ દોડી જઇ મોડી રાત્રેજ સમગ્ર વીજતંત્ર ને ઉધડું લઈ પાવર સપ્લાય શરૂ કરાવી હતી. ઉમવાડા ચોકડી પાસે રહેતા ગરીબ પરિવારના ઝુપડા પાસે ગત સાંજે વીજ ફોલ્ટ સર્જાતા પાવર સપ્લાય બંધ થવા પામ્યો હતી અનેક ફરિયાદો કરવા છતાં પણ તંત્રએ ધ્યાન આપ્યું ન હતું અને ગરીબોને પોલીસ હવાલે કરવાની ધમકી આપી હતી સમગ્ર ઘટનાની જાણ પાલિકાના શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાને થતા મોડી રાત્રે વીજ કચેરીએ દોડી ગયા હતા અને કર્મચારીઓને જગાડ્યા હતા ઉચ્ચ અધિકારીઓને મોબાઇલ ફોન કરી ઉધડા લીધા હતા. સવારે પાંચ વાગ્યે વીજ પુરવઠો શરૂ કરાવીને જ જપ્યા હતા.રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 'શ્રીમંતોના બંગલામાં એસીની હવા ફૂંકાય છે અને ગરીબોના ઝૂંપડામાં પંખો પણ દોહિલો' જેવો ઘાટ ઘડાવા પામ્યો હતો બે બે મહિલાઓ સગર્ભા હોવા છતાં પણ વીજતંત્ર ગરીબોની મુશ્કેલી સામે જોયું ન હતું તેથી જ મોડી રાત્રે સમગ્ર તંત્રને ઉધડો લેવાની ફરજ પડી હતી. ગરીબ પરિવારોને અન્યાય થતો હસે તે બિલકુલ સાખી લેવામાં નહિ આવે. કલાકો સુધી વીજ સપ્લાઇ બંધ રહેતા હાડમારી ભોગવતા પરિવારનો મુલાકાતે રાજેન્દ્રસિંહ જાડેજા મુશ્કેલી જાણી હતી તે તસવીરો.

(11:52 am IST)