Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

કોરોના કહેર વચ્ચે અબોલજીવની જઠરાગ્નિ ઠારતુ મોરબી જીલ્લા કોરોના હેલ્થ ગ્રુપ

ટંકારા,તા.૫:સિરામીક ઉદ્યોગપતિઓ લોકડાઉનની શરૂઆત થી દરરોજ ૧૧૦૦ કિલો શાકભાજી ૧૫૧ ગુણી ખોળ અબોલ પશુ માટે તો ૨૦૦ વિધવા ને રાશનકિટઙ્ગ ઙ્ગઆપી ખરી સેવા આપી રહ્યા છે.હાલમાં કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિમા મર્યાદિત આવકને જરૂરીયાત વધુની વચ્ચે મોરબીનુ કોરોના હેલ્પ ગુર્પ જરૂરીયાતમંદ લોકો અને અબોલ પશુઓની પેટની જઠરાગ્નિ ઠારવાનુ ઉતમ કાર્ય કરે છે. સોસ્યલ મિડીયાના સદુપયોગ કરી સોસાયટીમાં સેવાની ઝવાળા પ્રજવલિત કરી છે.

આ ગ્રુપ દ્વારા અત્યાર સુધી લોકડાઉન મા અસરગ્રસ્ત ૨૦૦ જેટલી વિધવા બહેનો માટે જરૂરી રાશન કીટ તો અબોલ જીવો માટે દરરોજ ૧૧૦૦ કિલો શાકભાજી મિસટાન સમો ખોળ અને લિલોતરી આપી સરાહનીય સેવા કરી રહ્યા છે જેમા આજે ટંકારામા જીવદયા માટે કામ કરતી સંસ્થા મા ખોળ અને શાકભાજી આપી હતી.

આ સેવા યજ્ઞમા પત્રકાર આલમ ના હિમાશુ ભટ્ટ જીજ્ઞેશ ભટ્ટ તથા ઉધોગકાર શ્રી રવિ કોરડીયા મિલેન્યિમ ગ્રુપ, સંજયભાઈ વિરમગામા,યોગી પટેલ શિવધારા મિનરલ્સ, , કૈલાશભાઈ દેસાઈ દિલુભા જાડેજા,મેટ્રો ગ્રુપ ,કોમેન્ટ ગ્રુપ, સેલ્યુલરવર્ડ મોબાઇલ, શૈલેષ ભાલોડિયા. દર્શન પુજારા,જીતેન્દ્રભાઈ વિરમગામ, રમેશભાઈ ફુલતરીયા સહિતના સેવાથી બંધુ જે મોરબી જીલ્લાઙ્ગ કોરોના હેલ્પ શોસયલ મિડીયાના ગ્રુપ ચલાવી વિકટ પરિસ્થિતિમા પણ મદદ માટે આગળ આવી સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે.

(11:49 am IST)