Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

બગસરા પંથકના ખેડૂતની પ્રશંસનીય કામગીરી

બગસરાઃ તાલુકાના શાપર ગામે કોરોના મહામારીને ધ્યાને લઇને બગસરા પોલીસ સ્ટેશનમાંથી જુદા - જુદા ગામોમાં જી.આર.ડી.જવાનોને  મુકવામાં આવ્યા હતા ત્યારે શાપર ગામે યોગેશભાઇ સુરેશભાઇ જોષી તથા શૈલેષભાઇ સરવૈયાને ફરજ પર બે ટાઇમ લોકડાઉન ચાલુ થયેલ ત્યારથી અમીતભાઇ ભુત તથા નાનજીભાઇ ભુત દ્વારા ટીફીન નાસ્તા, ચાની વ્યવસ્થા કરેલ હતી. આ સેવાકીય પ્રવૃતિને તમામ બગસરા તાલુકાના જી.આર.ડી. જવાનોએ સન્માનીત કરેલ છે તેમજ પ્રજાપતિ મનીષભાઇ ક્રિષ્ના ટેઇલર દ્વારા વિના મુખ્યસ માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા તેમ યોગેશભાઇ જોષીએ જણાવેલ છે.

(9:39 am IST)