Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

ભુજમાં રાજગોર સમાજનાં સ્‍મશાન ગૃહમાં દેવી-દેવતાઓની મુર્તિઓમાં તોડફોડ કરનાર ઓસમાણ સમા ઝડપાયો

ભુજ, તા., પઃ રવિવારે ભુજ આવી રહેલા મુખ્‍યમંત્રીના કાર્યક્રમ પુર્વે જ પヘમિ કચ્‍છ એલસીબી પોલીસે હિન્‍દુ દેવી દેવતાની મુર્તિઓની તોડફોડ  કરનાર આરોપીની ધરપકડ કરી છે. આ પુર્વે કચ્‍છના  હિન્‍દુ સંગઠન દ્વારા મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમના વિરોધની ચીમકી અપાઇ હતી. પોલીસે કરેલી કામગીરી સંદર્ભે પヘમિ કચ્‍છ એલસીબી પોલીસે આપેલી સતાવાર માહીતી પ્રમાણે ભુજના રાજગોર સમાજના સ્‍મશાન ગૃહમાં આવેલી હિન્‍દુ દેવી દેતાઓની મુર્તિઓને ખંડીત કરવાનું કૃત્‍ય ઓસમાણ જુસબ સમા નામના ઇસમે કર્યુ હતું.

આરોપી ઓસમાણ ઉર્ફે ડાડો જુસબ સમા ભુજમાં સરપટ નાકા બહાર શાંતીનગર પાસે આબાસા પીરની દરગાહ પાસે સમા વાસમાં રહે છે. એલસીબી પી.આઇ. જે.એમ.એલ. અને પીએસઆઇ એમ.બી. ઔસરા દ્વારા ગોઠવાયેલ પેટ્રોલીંગ દરમ્‍યાન આરોપી ઓસમાણ જુસબ સમા ઝડપાઇ ગયો હતો.

જો કે હજી દરગાહ તોડફોડ પ્રકરણમાં પોલીસ કોઇ આરોપીઓને પકડી શકી નથી.

(3:34 pm IST)