Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

ધોરાજી માં સ્ટેમ્પો મેળવવાં માટે નગરજનો ને ભારે હાલાકી યોગ્ય વ્યવસ્થા કરવા લોક માંગ : પ્રવિણભાઇ છાસીયા

ધોરાજી, તા.પઃ ધોરાજી માં સ્ટેમ્પો મેળવવાં માટે નગરજનો ને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાં ની લોક ફરિયાદ ઉઠી છે તયારે તંત્ર વાહકો દ્વારા લોકો ને સહેલાઈ થી સ્ટેમ્પ મળી રહે તેવી વ્યવસથા ઓ કરવાં લોક માંગ ઉઠી છે ધોરાજી ના નગરજનોને એ સ્ટેમ્પ પેપરો મેળવવાં પડતી હાલાકી ની વેદના યકત કરતાં જણાવયૂ હતું કે ધોરાજી માં છેલ્લા ધણા સમય થી સ્ટેમપેપર મેળવવાં ભારે હેરાનગતી ભોગવવી પડે છે સ્ટેમપ વેન્ડરો ને ત્યા સ્ટેમ્પો મળતાં નથીં પોસ્ટ ઓફીસ ખાતે સ્ટેમ્પો મેળવવાં લાંબી લાઈનો લાગી રહે છે

વિધાર્થીઓ લોકોને સરકારી કામગીરી માટે રૂ ૨૦ ના સ્ટેમ્પ પેપર ની જરૂર પડતી હોય પણ સ્ટેમ્પ પેપર વેચાણ કરતા વેન્ડરો પાસે મળતા નથી ભારે હાલાકી ભોગવીપડી રહેલ છે અવાર નવાર સ્ટેમ્પ પેપર મેળવવા પડતી હાલાકી દૂર કરવા રજૂઆત વિવિધ સંગઠનો એ રજૂઆત કરવા મા આવેલ હોવા છતા તંત્ર કોઈ નકકર પગલાઓ ભરેલ નથી ધોરાજી શહેરભરમાં સ્ટેમ્પ પેપર ની અછત દૂર કરવા જીલ્લા કલેકટર પગલા ભરે તેવી રજૂઆત સામાજીક કાર્યકર પવિણભાઈ છાસીયા એ ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરાઇ છે.

સામાજીક કાર્યકર પવિણભાઈ છાસીયા એ કરેલ રજૂઆત મા જણાવેલ છે કે ધોરાજી મા સ્ટેમ્પ પેપર ની અછત સર્જાઇ રહેલ છે વિધાર્થીઓ ને વીસ રૂપીયા ના સ્ટેમ્પ પેપર મેળવવા ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે તંત્ર વાહકો દ્વારા ધોરાજી માં સહેલાઈથી લોકો ને સ્ટેમ્પ પેપર મળી રહે તેવી વ્યવસથાઓ કરવાં રજૂઆતો કરાઇ છે.

(11:34 am IST)