Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

જામકંડોરાણાના રામપર ગામે તળાવોમાંથી કાપ કાઢવાની કાર્યવાહી હાથ ધરાઇ

સુજલામ સુફલામ જળસિંચાય અભિયાન અંતર્ગત

ધોરાજી તા ૫ : ધોરાજી જામકંડોરણાના રામપર ગામે સૂજલામ સુફલામ જળ અભિયાન અન્વયે તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ રાજયના યૂવા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના વરદ્ હસ્તે કરાયો હતો અને આ તકે મંત્રી જયેશભાઇ રાદડીયા એ જણાવેલ કે આ યોજના થકી તળાવો ઉંડા ઉતારવાથી ખેડુતોને કિંમતી કાંપ મળશે જે ખાતર કરતા સવાયુ કામ કરશે અને તળાવોમાં પાણીની સંગહ્ર શકતી વધશે અને વધુ પાણીનો સંગ્રહ થશે અને કુવા અને ડંકીઓના તળ ઉંચા આવશે અને ખેતીને વધુ ફાયદાઓ થશે. આ તકે રાજકોટ ડેરીના ચેેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, યાર્ડના ચેરમેન વિઠલભાઇ બોદલ, ચંદુભા ચોૈહાણ, કરણસિંહ જાડેજા, જસમતભાઇ કોયાણી, યુવા અગ્રણી ગોૈતમભાઇ વ્યાસ, પ્રવિણસિંહ જાડેજા, રામપરના સરપંચ અને ઉપસરપંચ જીનુભાઇ અને ગોપાલભાઇ મંડળીઓના પ્રશમુખશ્રીઓ બહોળી સંખ્યામાં ગામજનો હાજર રહેલ. એસ.ડીએમ જોષી, મામલતદાર અપારનાથ, ટીડીઓ દવેભાઇ વગેરે તસ્વીરમાં દર્શાય છે.

(11:32 am IST)