Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

શ્રી સોમનાથ મંદિર ૬૮મો પ્રાણપ્રતિષ્ઠા દિન ઉત્સવ

પ્રભાસ-પાટણ તા.૪: શ્રી સોમનાથ મંદિરે ૬૮માં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે યોજાનાર વિવિધ કાર્યક્રમો તા.૧૧/૫/૨૦૫૧ના દેશનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદનાં દ્વારા દેશને સોમનાથ મંદિર સમર્પિત કરવામાં આવેલ હતું અને તા. ૧૧/૫/૧૮ના રોજ મંદિરના ૬૭ વર્ષ પુર્ણ કરી અને ૬૮ માં વર્ષમાં પ્રવેશ કરશે તેના અનું સંધાને સોમનાથ મંદિરખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં સવારે ૭:૩૦ કલાકે સ્વચ્છતા જાગૃતિ અભિયાન, ૮:૩૦ કલાકે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનો પ્રારંભ ૯:૪૬ મિનીટે પ્રાણપ્રતિષ્ઠા સમય પ્રમાણે મહાપુજા, વિશેષ આરતી ધ્વજારોહણ, બપોરના ૨ કલાકથી વિશેષ શુંગાર દર્શન, ૪:૩૦ કલાકે હોમાત્મક લઘુરૂદ્ર પૂર્ણાહુતિ, સાંજે ૫થી ૬:૩૦ નૃત્યથી નટરાજની આરાધના, સાંજે ૬:૩૦ કલાકે દિપમાળા, સાંજે ૭ કલાકે સમુહ સહસ્ત્ર દિપ આરતી તેમજ સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે. સોમનથ દર્શનાર્થે આવતા યાત્રીકો અને સ્થાનિક લોકો ને આધ્યાત્મ સાથે આરોગ્યનું માર્ગદર્શન મળી રહે તેવા શુભ હેતુંથી સર્જનો દ્વારા સચોટ નિદાન સાથે નિઃશુલ્ક દવા વિતરણ કરવામાં આવશે. સમય સવારે ૯થી સાજ ૫ સ્થળ મહિશ્વરી અતિથિ ગૃહ સોમનાથ, રજીસ્ટ્રેશન માટે ગુલાબભાઇ છેડા મો. ૯૦૯૯૧ ૧૪૧૪૧ ડો. ડી.કે. વાજા મો. ૯૭૩૭૭ ૩૬૮૦૯

(11:27 am IST)