Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ખોટા કોરોના રીપોર્ટના પ્રકરણમાં ખોડાપીપર આરોગ્‍ય કેન્‍દ્રનાં એમ.ઓ.સહીત ત્રણ સસ્‍પેન્‍ડ

અહેવાલો ધ્‍યાનમાં આવતા જ મુખ્‍યમંત્રીની સુચનાથી તપાસ સમીતી રચી જવાબદારો સામે તાત્‍કાલીક પગલા લેવાયા

રાજકોટ, તા., ૫: ખોટા કોરોના રીપોર્ટ આપવાના પ્રકરણમાં ખોડાપીપર આરોગ્‍ય કેન્‍દ્રનાં મેડીકલ ઓફીસર સહીત ત્રણને સસ્‍પેન્‍ડ કરી નંખાયા છે.

આ અંગે જીલ્લા આરોગ્‍ય વિભાગની સતાવાર યાદીમાં જણાવાયા મુજબ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં આર.ટી.પી.સી.આર. ટેસ્‍ટના ખોટા રીપોર્ટ અંગે તા.૪-૪-ર૦ર૧ના પ્રસિધ્‍ધ થયેલા અખબારી અહેવાલને પગલે રાજકોટ જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીને આ સંદર્ભમાં તાત્‍કાલીક તપાસના આદેશો આપ્‍યા છે. મુખ્‍યમંત્રીશ્રીએ આ ઘટનામાં જવાબદારી  સામે તાત્‍કાલીક અસરથી કડક પગલા લેવા તેમજ સસ્‍પેન્‍શન સહીતની કાર્યવાહી કરવા પણ જિલ્લા તંત્રને સ્‍પષ્‍ટ સુચનાઓ આપી છે તે અન્‍વયે પ્રાંત અધિકારીશ્રી (રાજકોટ ગ્રામ્‍ય)ને તપાસ સોંપી તાત્‍કાલીક અહેવાલ રજુ કરવા જણાવેલ. તા.૪-૪-રં૦ર૧ના પ્રાંત અધિકારીશ્રી (રાજકોટ ગ્રામ્‍ય) તથા જીલ્લા કમીટીના પ્રાથમીક અહેવાલને પગલે જવાબદારો સામે તાત્‍કાલીક અસરથી કડક પગલા લેવા મળેલ સુચના મુજબ ડો.સાગર જમનભાઇ ડોબરીયા મેડીકલ ઓફીસર પ્રાથમીક આરોગ્‍ય કેન્‍દ્ર -ખોડાપીપર કુ. દીપ્તીબેન રૂપારેલીયા લેબટેક પ્રાથમીક આરોગ્‍ય કેન્‍દ્ર-ખોડાપીપર તથા ડો. પ્રફુલ વી. ઠુંમર આર.બી.એસ.કે. (ધન્‍વનતરી રથ) મેડીકલ ઓફીસરને તાત્‍કાલીક અસરથી છુટા કરવાના માન. કલેકટરશ્રી અને જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ આદેશ કરેલ છે.

વધુમાં પ્રાથમીક આરોગ્‍ય કેન્‍દ્ર ખોડાપીપર નીચે આવતા ૧૩ ગામોમાં ટીમ  બનાવીને તમામ વસ્‍તીને સર્વેલન્‍સ ધનવંતરી રથ દ્વારા ટેસ્‍ટીંગ તથા કોવીડ-૧૯ રોકથામની આનંસાંગીક કામગીરી તાત્‍કાલીક અસરથી કરવા પ્રાંત અધિકારીશ્રીને સુચના આપેલ છે.

(5:18 pm IST)