Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

સોમનાથ ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટર પરિસરમાં ફૂલ બગીચો પાંગર્યો

(મીનાક્ષી -ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ,તા. ૫: સોમનાથ મંદિર ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટરનાં કોર્નરમાં જુલાઇ-૨૦ વન મહોત્સવ દરમ્યાન જીલ્લાના મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા સુંદર ફુલ-ઝાડોનું વૃક્ષારોપણ કરાયું હતું.

ગ્રીન કલર વૃક્ષરક્ષણ જાળીથી રક્ષાયેલ આ બગીચામાં દરરોજ સવારે સુર્ય દેવતા સામે મલકતાં દમદાર સુરજમુખી પીળાં ફુલો-ભાત ભાતના રંગ, આર્કષિત ગુલાબ ફૂલો પીળો, ગાદલીયો, પીળો લુણી, કેસરી લુણી, સફેદ લુણી, તુલસી, પીપળો, સફેદ ડેજી, નાના કેસરી લુણી એવા ખીલેલા ફુલો 'ફુલોકા તારીંકા સબસે કહેના હૈ, ફુલ ખીલતે હૈ જહાં..' માનસપટ ઉપર ખડું થાય અને 'ફુલ વાલોંકી શૈર' ઘર આંગણે તાજી થાય હાલ ભલે એ બગીચો નાનો છે પણ તેનો વિસ્તૃત -માવજત સાથે અન્ય ભાગોને પણ આવરી લેવાય તો ફુલોનો પમરાટ શોભા તીર્થ શોભામાં વધારો શિરમુકુટ સમાન બને.

આ બગીચાની સુંદર માવજત સોમનાથ ટ્રસ્ટના પ્રદિપ વાસણ અને હરિભાઇ સોલંકી વાત્સલ્યભાવથી ફરી રહ્યા છે. તેમ લોકોમાંથી જાણવા મળ્યું.

(12:08 pm IST)